કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા એન પી એ થતા બેંક દ્વારા કબજો લેવામાં ન આવે તેવી માગણી સાથે ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 12:34:12
  • Views : 403
  • Modified Date : 2021-10-15 12:34:12

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે.તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન પી એ થતા બેન્કો દ્વારા હવે કોલ સ્ટોરેજ નો કબજો લેવાની  કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે. જ્યારે બીજી તરફ જે સ્ટોર માં બટાટા મૂકવામાં આવ્યા છે.એવા પણ કેટલાક ને બેંક દ્વારા સીલ મારવા તેમજ કબજો  લેવાની કાર્યવાહી  કરવામાં આવશે તેવી માહિતી મળતા સ્ટોરેજ માં જે ખેડૂતો ના બટાટા પડ્યા છે તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. તો બીજી તરફ હવે સ્ટોરેજ માં બટાટા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે.  જો બટાટા એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાટા બગડી જવાની સંભાવના વધી જાય છે. તેવામાં એન પી એ થયેલા સ્ટોર માલિકો ને રાહત આપવામાં આવે અને  31 ડિસેમ્બર મહિના સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર તેમજ ડીસા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું અને જો તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉરચારી છે.

Download Our B K News Today App



Related News