ખેડૂતોનું વધુ એક જળ આંદોલન શરૂ : કરમાવાદ તળાવ ભરવાની 25 હજારથી વધુ ખેડૂતોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:53:40
  • Views : 243
  • Modified Date : 2022-05-24 10:53:40

ખેડૂતોનું વધુ એક જળ આંદોલન શરૂ : કરમાવાદ તળાવ ભરવાની 25 હજારથી વધુ ખેડૂતોની માંગ

કરમાવાદ તળાવ તેમજ મોકેશ્વર ડેમમાં નર્મદાના નીર ઠલવાય તેને લઈ ખેડૂતોનાં જલ આંદોલનને પાલનપુર માર્કેટ યાર્ડએ ટેકો જાહેર કર્યો હતો

 

26 તારીખે યોજાનારી ખેડૂતો ની રેલીને લઇ પાલનપુર માર્કેટ યાર્ડ બંદ રહેશે પાલનપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિયશન દ્વારા કરાયો નિર્ણય કરમાવાદ તળાવ તેમજ મોકેશ્વર ડેમમાં નર્મદાના નીર ઠલવાય તે માટે છેલ્લા એક મહિનાથી ખેડૂતો આંદોલનની તૈયારી કરી રહ્યા છે આગામી 26મી મે ના રોજ 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોની મહારેલી યોજવાની છે જે રેલીને લઇને પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા તે દિવસે માર્કેટ યાર્ડ બંધ રાખી ખેડૂતોને સમર્થન આપ્યું છે. પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામડાઓમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે ત્યારે પાણીને લઇને હવે ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નખાય તે માટે ખેડૂતો અનેકવાર રજુઆતો કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની માંગ પૂરીન થતાં હવે ખેડૂતો આગામી 26 તારીખે જલ આંદોલન ને લઈને મહારેલીનું આયોજન કર્યું છે ત્યારે આ અંદોલનને લઈને 125 ગામડાઓના ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે જોકે હવે ખેડૂતોના સમર્થનમાં હવે પાલનપુર માર્કેટ યાર્ડ દ્વારા પણ આ આંદોલન ને સમર્થન આપવામાં આવ્યું છે. 26 મે રોજ યોજાનારી મહા રેલીના દિવસે માર્કેટ યાર્ડ ના તમામ વેપારીઓ બંધ પાળી આ આંદોલનને સમર્થન પૂરું પડ્યું છે કરમાવાદ તળાવ તેમજ મુકેશ્વર ડેમમાં પાણી નાખવામાં આવે તો 125 ગામડાંના ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને પાણી નહીં હોય તો કેવી રીતે ખેતી કરી ઉપજ મેળવશે અને કેવી રીતે ગંજ બજાર સુધી આવશે તો અમારું પણ આ ખેડૂતોને ટેકો છે ખેડૂતો નાં થકી આ માર્કેટ યાર્ડ ટકેલા છે ત્યારે સરકાર ખેડૂતોની માંગ પૂરી કરી પાણી આપે જેથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય તેમજ ખેડૂતો ખેતી કરી શકે

Download Our B K News Today App



Related News