ડીસાના જૂનાડીસા ગામે ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પૂરો પાડતા ખેડૂતોનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:31:57
  • Views : 238
  • Modified Date : 2022-05-06 10:31:57

ડીસાના જૂનાડીસા ગામે ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પૂરો પાડતા ખેડૂતોનું સન્માન કરાયું

 

 હિન્દુ ધર્મમાં વર્ષોથી ગાયને માતા તરીકે નો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આજે મોટા પ્રમાણમાં રોજે રોજ અસંખ્ય ગાયો કતલખાને લઈ જવાતી હોય છે પરંતુ કેટલીક વાર ગૌ રક્ષકો દ્વારા બાતમીના આધારે અનેક કાર્યો પકડી તેને સુરક્ષિત ગૌશાળામાં મૂકવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક ગૌશાળાઓ છે કે જ્યાં અસંખ્ય ગાયો નિર્વાહ કરી રહી છે પરંતુ તેમને જીવનનિર્વાહ ચલાવવા માટે આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જેઓ પોતાના ખર્ચે ગાયો માટે ઘાસ પૂરું પાડી રહ્યા છે ખાસ કરીને ઉનાળાના સમયમાં ગાયને સૌથી વધુ કાચ ની જરૂરિયાત હોય છે અને અસંખ્ય બનાસકાંઠા જિલ્લામાં ગાયો હોવાના કારણે તેમનું જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સેવાભાવી ખેડૂતો છે કે તેઓ વર્ષોથી ગૌશાળામાં નિર્વાહ કરી રહેલી ગાયો માટે ઘાસચારો પૂરી પાડી રહ્યા છે કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતોએ ગાયો જીવિત રહે તે માટે ઘાસચારો પૂરો પાડયો હતો ત્યારે આજે ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ જીજી મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રજનીકાંતભાઈના હસ્તે ગૌશાળામાં ઘાસચારો પૂરો પડતા ખેડૂતો માટે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગાયોને ઘાસચારો પૂરું પાડતાં ખેડૂતો હાજર રહેતા તમામ ખેડૂતોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જુના ડીસા ખાતે આવેલી ગૌશાળામાં જે પણ ખેડૂતોએ ઘાસચારો પૂરો પાડયો હતો એમનો ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમ માં કિશોરભાઈ આસનાની, મહેશભાઈ ભણસાળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં જુનાડીસા ગામ ના લોકો ઉપસ્થિત રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News