વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 17:33:43
  • Views : 155
  • Modified Date : 2024-03-28 17:33:43

વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. દૂર દૂરથી ખેડૂતો નાનાપોંઢાના માર્કેટયાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે. પરંતુ પુરતો ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. વલસાડ જિલ્લાની નાનાપોંઢા બજારમાં ખેડૂતોએ ટામેટા ફેંક્યા હતા. જો કે ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.આજે વહેલી સવારથી ખેડૂતો નાનાપોંઢાના APMCમાં ખેડૂતોએ વિરોદ્ધ નોંધાવ્યો છે. ધરતીપુત્રને ટામેટાનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોષ પણ જોવા મળી રહ્યો છે. તેમજ માર્કેટયાર્ડનો સમય બદલાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News