ગાઝીપુર પહોંચ્યા 15 વિપક્ષી નેતાઓને પોલીસે રોક્યા, અમેરિકાએ નવા કૃષિ કાયદાના વખાણ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 12:32:20
  • Views : 241
  • Modified Date : 2021-02-04 12:32:20

    કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેસા ખેડૂત આંદોલનનો આજે 71મો દિવસ છે પરંતુ હજી કઈ ઉકેલ આવે તેવી શક્યતા લાગતી નથી. આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર હચલચ જોવા મળી છે. શિરોમણી અકાળી દળના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ સહિત 10 વિપક્ષે 15 નેતા આજે ખેડૂતોને મળવા ગાઝિપુર પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને ત્યાં રોકી દીધા હતા.

    હરસિમરત કૌર બાદલે કહ્યું, અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે સંસદમાં ખેડૂત આંદોલન વિશે કઈક કહી શકીએ. કારણકે હાલ સ્પીકર અમને ગૃહમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવવા નથી દેતા. હવે દરેક પાર્ટી તેમને જણાવશે કે, ખેડૂત આંદોલનમાં શું ચાલી રહ્યું છે.અમેરિકાએ કૃષિ કાયદાના વખાણ કર્યા

    અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું છે કે, અમેરિકા કોઈ પણ શાંતિપૂર્ણ ચાલતા આંદોલનનું સમર્થન કરે છે. આ લોકતંત્રની ઓળખ છે. જો કોઈ મતભેદ હોય તો તેમની સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ. ભારતમાં સુપ્રીમ કોર્ટે પણે આ જ કહ્યું છે. ખેડૂતો વિશે શરૂ થયેલા હોબાળા વચ્ચે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાના વખાણ કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, આ કૃષિ સુધારાથી ભારતીય બજાર મજબૂત બનશે અને ખાનગી રોકાણ પણ વધશે.કાયદો પરત લેવાની જીદ પર અટકેલા ખેડૂતોએ બુધવારે હરિયાણાના જિંદ જિલ્લાના કંડેલા ગામમાં મહાપંચાયત કરી હતી. તેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, તેઓ હવે કૃષિ મંત્રી કે અન્ય કોઈ નેતા સાથે વાતચીત નહીં કરે. હવે વડાપ્રધાન અથવા ગૃહમંત્રીએ વાતચીત માટે આગળ આવવું પડશે.

    ટિકૈતે આગળ કહ્યું હતું કે, અત્યારે તો ખેડૂતો ખાલી કાયદો પરત લેવાની વાત જ કરે છે, જ્યારે ગાદી પરત લેવાની વાત કરીશું ત્યારે સરકાર શું કરશે? જ્યારે કોઈ રાજા ડરે છે ત્યારે કિલ્લે બંધીનો સહારો લે છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. બોર્ડર પર જે કિલ્લાબંધ કરવામાં આવી છે તેવી તો દુશ્મન માટે પણ નથી કરવામાં આવતી. પરંતુ ખેડૂતો ડરશે નહીં. ખેડૂતોના તેના પર ઉંઘશે અને બીજા ખેડૂતો તેને પાર કરીને જશે.


    સરકાર દ્વારા આંતરિક વાતચીત માટે ખેડૂતો કમિટીની સભ્ય સંખ્યા પણ ઓછી કરવાની ટિકૈતે ચોખ્ખી ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, લડાઈમાં વચ્ચે ઘોડા ન બદલાય. કમિટીના જે સભ્યો છે તે જ રહેશે.કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસની ડ્યૂટી માટે મોકલેલી 576 ડીટીસી બસોને તુરંત ડેપોમાં પરત મુકવાનો આદેશ કર્યો છે. આ બસો ખેડૂત આંદોલનમાં સેનાને આવવા-જવા માટે રાખવામાં આવી છે. દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ દિલ્હી સરકારની મંજૂરી વગર દિલ્હી પોલીસને બસો મળશે નહીં.

    ખેડૂત આંદોલનના સમર્થનમાં છેલ્લા 24 કલાકમાં ઘણાં સેલેબ્સ સામે આવ્યા છે. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેથા થનબર્ગે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, તેઓ ભારતમાં ખેડૂત આંદોલનની સાથે છે. જ્યારે પોપ સિંગર રિહાનાએ લખ્યું છે કે, આપમે ખેડૂત આંદોલન વિશે ચર્ચા કેમ નથી કરતાં. તે વિશે ભારતીય સેલેબ્સે પણ વળતો પ્રહાર કર્યો છે. રિહાનાને જવાબ આપતા કંગના રાણાવતે લખ્યું છે કે, બેસી જા મુરખ, અમે તમારા લોકોની જેમ અમારો દેશ નથી વેચતા. કોઈ પણ આ મુદ્દે એટલા માટે વાત નથી કરતાં કારણકે હિંસા ફેલાવતા લોકો ખેડૂતો નહીં, આતંકીઓ છે.


Download Our B K News Today App



Related News