સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો, ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 14:17:03
  • Views : 302
  • Modified Date : 2021-01-12 14:17:03

    ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.આ પહેલાંની ચર્ચા દરમિયાન પિટીશનર એમએલ શર્માએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવતી કમિટી સામે હાજર થવાની ખેડૂતોએ ઈનકાર કરી દીધો હતોચર્ચા દરમિયાન પિટીશનર વકીલ એમ એલ શર્માએ કહ્યું કે, ખેડૂતોનું કહેવું છે કે, ઘણાં લોકો આવીને ચર્ચા કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા. આ વિશે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, અમે તેમને આ વિશે કશું ન કહી શકીએ.

    બંને પક્ષોએ કહ્યું કે, તેઓ 15 જાન્યુઆરીએ ફરી વાતચીત કરશે. અમે ઉકેલ ઈચ્છીએ છીએ. ખેડૂત યુનિયનો સાથે જોડાયેલા ઘમાં સંગઠનોએ અમને કહ્યું કે, કૃષિ કાયદાથી વિકાસ થશે અને સરકારે પીછે હટ ન કરવી જોઈએ. હવે કાલે કોઈ સંગઠન કહે કે, જે કાયદાથી અમને ફાયદો થતો હતો તે અમુક ગ્રૂપના વિરોધના કારણે કેમ રદ કરી દેવામાં આવ્યો? તો અમે શું જવાબ આપીશું. માટે કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

Download Our B K News Today App



Related News