ખેડૂત રેલી દરમિયાન હિંસા. મુદ્દે અત્યારસુધીમાં 22 FIR, CCTVથી ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-27 11:48:33
  • Views : 236
  • Modified Date : 2021-01-27 11:48:33

    કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા ઉપદ્રવ અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ માટે અત્યારસુધીમાં 22 FIR નોંધાઈ ચૂકી છે. ઉપદ્રવીઓની ઓળખ માટે પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. લાલકિલ્લા અને સિંધુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તો આ તરફ મેટ્રો મેનેજમેન્ટે આજે ફરી લાલકિલ્લા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધું છે, સાથે જ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા છે.

    ખેડૂતોએ મંગળવારે પોતાની ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલાં જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવારે બપોરે 12થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટીકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો સવારે 8.30 વાગ્યે જ આ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરી ઘૂસી ગયા અને પોતાની પરેડ શરૂ કરી દીધી. દિવસભર ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

    દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા પછી ગૃહમંત્રી અમિત શાહે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી .શાહે રાજધાનીમાં અર્ધસૈનિકદળોની વધુ કંપનીઓ મોકલવાના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસને ઉપદ્રવીઓ સામે સખતાઈથી એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસે સાત એફઆરઆઈ નોંધી છે. દિલ્હીની હિંસા પછી હરિયાણામાં કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસને હાઈ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા, સાથે જ દિલ્હી પાસે આવેલા ત્રણ જિલ્લા સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ અને SMS સર્વિસ બંધ કરી દેવાઈ હતી.

    દિવસભર ITO, પાંડવનગર, નાંગલોઈ, મુબારકા ચોક, સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર સહિત ઘણા વિસ્તારોમાં હિંસક ઘટના બની હતી. આ દરમિયાન એક ખેડૂતનું પણ મોત થઈ ગયું. ગાડીઓમાં તોડફોડ અને ઝપાઝપી પછી ઘણા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા તો ઘણી જગ્યાએ લાઠીચાર્જ કર્યો હતો. લગભગ 11 કલાક સુધી હિંસા અને હોબાળા પછી સાંજે સાડાસાત વાગ્યે ખેડૂત સંગઠનોએ તાત્કાલિક પરેડ સમાપ્ત કરવા અને દેખાવકારીઓને બોર્ડર પોઈન્ટ્સ પર પરત ફરવાની અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News