ખેડૂતોની 26 જાન્યુઆરીની પરેડની તૈયારી શરૂ, દિલ્હીને ચારેય બાજુથી ઘેર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 12:21:46
  • Views : 294
  • Modified Date : 2021-01-07 12:21:46

    કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યા છે. માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢવામાં આવશે.

    ગાઝિયાબાદના ADM શૈલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખતા પૂરતી પોલીસ તહેનાત કરાઈ છે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાઈ રહી છે.ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ટ્રેક્ટર રેલી 26 જાન્યુઆરીની તૈયારી છે. અમારો રૂટ અહીંથી ડાસના છે, ત્યારપછી અલીગઢ રોડ પર અમે થોભશું ત્યાં લંગર થશે પછી અમે ત્યાંથી પાછા આવીશું અને નોઈડા વાળા ટ્રેક્ટર પલવલ સુધી જશું. અમે સરકારને સમજાવવા માટે જ આવું કરી રહ્યાં છીએ.દિલ્હીની અલગ અલગ બોર્ડર પરથી ખેડૂતોનો જથ્થો કુંડલી-માનસેર-પલવલ (કેએમપી)એક્સપ્રેસ-વે માટે રવાના થઈ રહ્યો છે. ખેડૂત સંગઠન આજે 11 વાગ્યાથી કેએમપી એક્સપ્રેસ વેને જામ કરશે. જેના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કેએમપી એક્સપ્રેસ વે પર પોલીસ અને અર્ધસૈનિક દળોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News