ખેડૂત આવતીકાલે ટ્રેક્ટર માર્ચ કાઢશે, કહ્યું- આ 26 જાન્યુઆરીની પરેડની ટ્રાયલ હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:05:39
  • Views : 220
  • Modified Date : 2021-01-06 12:05:39

    ખેડૂત આંદોલનનો બુધવારે 42મો દિવસ છે. ખરાબ વાતાવરણના કારણે ખેડૂતોએ 6 જાન્યુઆરીની જગ્યાએ 7 જાન્યુઆરીએ દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ માર્ચ 26 જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડની ટ્રાયલ હશે.સિંધુ બોર્ડર પર ખેડૂતોએ કહ્યું કે, જો સરકાર કૃષિ કાયદાને પાછા નહીં લે તો તે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. તે કેવી રીતે રેલીને અંજામ આપશે, એ પણ વિચારી લીધું છે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

    ખેડૂતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીની મીટિંગનું કોઈ પરિણામ આવ્યું નથી અને આગામી 8 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી મીટિંગમાં કૃષિ કાયદાને પાછા લેવા અને MSP પર અલગ કાયદો બનાવવાની માંગ અંગે વાત થશે. આ 9માં વખતની બેઠક હશે. આ પહેલા માત્ર 7 વખની બેઠકમાં ખેડૂતોની 2 માંગ માટે સહમતિ થઈ હતી, બાકીની તમામ બેઠકોનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું.આંદોલન લાંબુ ખેંચાતા જોઈ ખેડૂતોએ ટિકરી બોર્ડર પર ઈંટથી પાક્કા ઠેકાણા બનાવવાનું શરૂ કર્યું છે. ગત દિવસોમાં પડેલા વરસાદના કારણે ટેન્ટ પડી ગયા હતા. આંદોલન કરી રહેલા ખેડૂતો રસ્તાની વચ્ચે ઓફિસ પણ બનાવી રહ્યાં છે.

    પંજાબના ફતેહગઢ સાહિબના ગામ રુડકીના ખેડૂત ગુરદર્શન સિંહ(48)નું મંગળવારે હાર્ટ અટેકથી મોત થઈ ગયું. તે દિલ્હીમાં આંદોલનમાં સામેલ થયા હતા. તેમના દીકરાએ જણાવ્યું કે, 3 જાન્યુઆરીએ દિલ્હીમાં પિતાની તબિયત ખરાબ હોવાથી ડોક્ટર્સે તેમને ઘરે મોકલ્યા હતા. અહીં તેમનું મોત થઈ ગયું.ખેડૂત આંદોલન વચ્ચે ટેલિકોમ નેટવર્ક ડેમેજ કરવા અને બળજબરી સ્ટોર બંધ કરાવવા અંગે રિલાયન્સ જિયોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મંગળવારે સુનાવણી કરતા પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. આગામી સુનાવણી 8 ફેબ્રુઆરીએ થશે.





Download Our B K News Today App



Related News