ખેડૂત સંગઠનોની સરકાર સાથે વાતચીત શરૂ, કહ્યું- કોઈ સુધારણા નહીં, ત્રણ કાયદા પાછા જ લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 15:27:23
  • Views : 202
  • Modified Date : 2020-12-30 15:27:23

    કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 35મો દિવસ છે.વિજ્ઞાનભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ટૂંક સમયમાં વાતચીત શરૂ થઈ ગઈ છે. ખેડૂત નેતા અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર ત્યાં હાજર છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે આ સાતમી બેઠક થઈ રહી છે. જોકે ખેડૂત કાયદાને પાછો લેવા અને MSP પર અલગ કાયદો લાવવાની માગ પણ અડગ છે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા હરમીત સિંહ કાદિયાએ કહ્યું હતું કે તમામ ખેડૂત સંગઠનો બુધવારે યોજાનારી બેઠકને અંતિમ વાતચીત તરીકે ગણી રહ્યા છે.ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદર સિંહ સબરાએ કહ્યું હતું કે સરકાર સાથેની ગત વખતની બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, આજે પણ કોઈ નિવેડો આવે તેવી આશા નથી. સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લેવા જોઈએ.ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દેશમાં વિપક્ષનું મજબૂત હોવું જરૂરી છે, જેથી સરકારનો ભય રહે, પણ આવું ન હોવાને કારણે ખેડૂતોએ રસ્તા પર ઊતરવું પડે છે. કૃષિ કાયદાના વિરુદ્ધ વિપક્ષોએ રસ્તા પર પ્રદર્શન કરવા જોઈએ.

    ખેડૂત અને સરકાર વચ્ચે પહેલાં યોજાયેલી 6 તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લી મીટિંગ 8 ડિસેમ્બરે યોજાઈ હતી. ત્યાર પછી વાતચીતનો સિલસિલો અટકી ગયો હતો અને ખેડૂતોએ વિરોધ તેજ કરી દીધો હતો. એવામાં સરકારે 3 વખત પત્ર લખીને ખેડૂતોને મીટિંગ કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. છેલ્લે, ખેડૂતો બેઠક માટે માની તો ગયા, પણ કહ્યું, ચર્ચા તેમના એજન્ડા માટે થવી જોઈએ.સંયુક્ત ખેડૂત મોરચાએ વાતચીત માટે રાજી હોવાનો ઈ-મેલ મંગળવારે સરકારને મોકલ્યો હતો. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે મીટિંગ કરીને સ્ટ્રેટેજી બનાવી. કૃષિમંત્રીએ શાહને જણાવ્યું, સરકારે ખેડૂતોને કેવા કેવા પ્રપોઝલ મોકલ્યા છે અને ખેડૂતોનો શું એજન્ડા છે. 2 કલાક ચાલેલી બેઠકમાં ચર્ચા થઈ કે બન્ને પક્ષોના એજન્ડામાં જે અંતર છે એને કેવી રીતે ઘટાડી શકાય.

    છેલ્લે નક્કી થયું કે સરકાર પહેલા પોતાના જૂના પ્રસ્તાવ અંગે સમજાવવાનો પ્રયાસ કરશે અને તેમ છતાં પણ જો કોઈ નિવેડો નહીં આવે તો અન્ય ફેરફારો કરવાનું પ્રપોઝલ રાખશે. બેઠક પછી કૃષિમંત્રીએ કહ્યું કે આશા છે કે વાતચીત પોઝિટિવ રહેશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે ખુલ્લા અને સ્પષ્ટ મને વાત કરે, જેનાથી કોઈ પરિણામ પર પહોંચી શકાય.ટીકરી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનમાં એક મહિનાથી સામેલ થયેલા ધર્મપુરાના ખેડૂત પ્યારા સિંહ(75)નું ઠંડીને કારણે મોત થઈ ગયું છે. તેઓ ભારતીય ખેડૂત યુનિયનના એકતા ડકૌંદા સાથે જોડાયેલા હતા, સાથે જ 24 ડિસેમ્બરે રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલા દૌદડાના મજૂર દર્શન સિંહનું મંગળવારે મોત થઈ ગયું.

    પંજાબમાં બરનાલાના ગામ ફરવાહીના બે ખેડૂત ટ્રેક્ટરને બેક ગેરમાં નાખીને લગભગ 224 કિમી દૂર સિંધુ બોર્ડર માટે રવાના થયા, જેના દ્વારા તેમણે એ મેસેજ આપ્યો કે કેન્દ્ર સરકાર પણ કૃષિ કાયદા પર બેક ગેર લગાવે.



Download Our B K News Today App



Related News