સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું- તમે મામલાને હેન્ડલ નથી કરી રહ્યાં, અમારે કંઈક એક્શન લેવા પડશે;સાંજ સુધી આદેશ શક્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 15:36:57
  • Views : 312
  • Modified Date : 2021-01-11 15:36:57

    ખેડૂત સંગઠનો નવા કાયદાને કારણે થતા નુકસાન વિશે કોર્ટમાં જણાવશે. એક-એક વાત બારીકાઈથી જણાવાશે. એવું પણ જણાવશે કે કેવી રીતે તેમને આંદોલન કરવા માટે મજબૂર કરાયા છે. આ ત્રણ કાયદા વિશે કેવી રીતે મજબૂતાઈથી પક્ષ રાખવામાં આવે, આ અંગે પણ ઘણા સિનિયર વકીલ સાથે ચર્ચા થઈ.ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ્દ કરવા સહિત ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સરકારના વલણ અંગે કોર્ટનું પણ કડક વલણ છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ખેડૂતોને કહ્યું કે, અમે કૃષિ કાયદો લાગૂ નહીં થવા દઈએ. તમે આંદોલન ચાલું રાખી શકો છો, પણ સવાલ એ છે કે શું પ્રદર્શન ત્યાં જ ચાલું રહેશે, જ્યાં હાલ થઈ રહ્યુ છે?કોર્ટે કહ્યું કે, અમે ખેડૂતોના પ્રદર્શન સાથે જોડાયેલા મુદ્દા અને કૃષિ કાયદો લાગૂ કરવા અંગે અલગ અલગ ભાગમાં આદેશ જાહેર કરીશું.એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં વધુ સમય માંગ્યો તો ચીફ જસ્ટિસે કહ્યું- મિસ્ટર એટર્ની જનરલ તમને લાંબો સમય આપી ચૂક્યાં છીએ. અમને ધૈર્ય પર લેક્ચર ન આપશો.'


    ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ સરકારને કહ્યું કે, જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ. અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે?ચીફ જસ્ટિસે કહ્યું કે, અમુક લોકો આપઘાત કરી ચૂક્યાં છે. વૃદ્ધ અને મહિલાઓ આંદોલનમાં સામેલ છે. આ બધું ચાલી શું રહ્યું છે? કૃષિ કાયદાને સારો ગણાવતી એક પણ અરજી આવી નથી.ખેડૂતોએ રવિવારે 500 જૂથબાજોનો ડેટા તૈયાર કર્યો અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે 3 કલાક ચર્ચા ચાલી. કોર્ટને જણાવાશે કે આંદોલનમાં માત્ર પંજાબ જ નહીં, પણ દેશભરના ખેડૂત સંગઠનો સામેલ છે.

    16 ડિસેમ્બરઃ કોર્ટે કહ્યું હતું, ખેડૂતોના મુદ્દાનો હલ નહીં નીકળે તો રાષ્ટ્રીય મુદ્દો બનશે.6 જાન્યુઆરીઃ કોર્ટે સરકારને કહ્યું હતું, સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો, ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ.7 જાન્યુઆરીઃ તબલીઘી જમાત મામલમાં સુનાવણી દરમિયાન કોર્ટે ચિંતા વ્યક્ત કરી. કહ્યું- ખેડૂત આંદોલનના કારણે ક્યાંક મરકજ જેવી સ્થિતિ ઊભી ન થઈ જાય.મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે કરનાલ જિલ્લાના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયત કરવાના હતા. સીએમ ત્યાં પહોંચે એની પહેલાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકાર પહોંચી ગયા અને કાળા ધ્વજ લહેરાવીને નારાબાજી કરવા માંડ્યાં તેમણે મંચ પર પણ તોડફોડ કરી. પ્રદર્શનકારોએ CMના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે બનાવાયેલા હેલિપેડને પણ ખોદી નાખ્યું, આના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું.


Download Our B K News Today App



Related News