સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું- શું કૃષિ કાયદો થોડાક સમય માટે અટકાવી શકાય છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 12:36:36
  • Views : 249
  • Modified Date : 2021-01-11 12:36:36

    ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ રવિવારે 500 જૂથબાજોનો ડેટા તૈયાર કર્યો અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે 3 કલાક ચર્ચા ચાલી. કોર્ટને જણાવાશે કે આંદોલનમાં માત્ર પંજાબ જ નહીં, પણ દેશભરના ખેડૂત સંગઠનો સામેલ છે.ખેડૂત સંગઠનો નવા કાયદાને કારણે થતા નુકસાન વિશે કોર્ટમાં જણાવશે. એક-એક વાત બારીકાઈથી જણાવાશે. એવું પણ જણાવશે કે કેવી રીતે તેમને આંદોલન કરવા માટે મજબૂર કરાયા છે. આ ત્રણ કાયદા વિશે કેવી રીતે મજબૂતાઈથી પક્ષ રાખવામાં આવે, આ અંગે પણ ઘણા સિનિયર વકીલ સાથે ચર્ચા થઈ.

    મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે કરનાલ જિલ્લાના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયત કરવાના હતા. સીએમ ત્યાં પહોંચે એની પહેલાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકાર પહોંચી ગયા અને કાળા ધ્વજ લહેરાવીને નારાબાજી કરવા માંડ્યાં તેમણે મંચ પર પણ તોડફોડ કરી. પ્રદર્શનકારોએ CMના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે બનાવાયેલા હેલિપેડને પણ ખોદી નાખ્યું, આના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું.


Download Our B K News Today App



Related News