સાંજ પડતાની સાથે જ દારૂની દુકાન પર ભીડ થઈ જાય છે, કપડાંમાં સંતાડીને ટ્રોલીઓમાં બોટલ લઈને જાય છે ખેડૂત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 12:05:51
  • Views : 893
  • Modified Date : 2021-01-07 12:05:51

    અરે એક બોટલ આપી દો, પૈસા આપી જઈશું. અરે ના ના પાડશો, આપી દો.હવે તો અમે અહીં જ વસી ગયા છીએ, ક્યાં જઈશું, આપી જ દઈશું પૈસા. તો આ તરફ દારૂ માગી રહેલા એક પ્રદર્શનકાર ખેડૂતની વાતને દારૂ વેચનારે એક બે વખત ન સાંભળી. પછી એક બોટલ કાઢીને હાથમાં પકડાવી દીધી. ખેડૂત બોટલ કૂર્તામાં રાખીને જતો રહ્યો.દુકાનદારે જણાવ્યું કે, આ સામે જ ટ્રોલીમાં જ રહીએ છીએ, આપી જઈશું પૈસા. એક બે વખત પહેલા પણ ઉધાર લીધા છે, પછી પૈસા આપી ગયા છીએ.ટીકરી બોર્ડર પર સાંજ પડતાની સાથે જ દારૂના ઠેકા પર ભીડ ભેગી થઈ જાય છે. ગ્રાહકોમાં મોટાભાગના લોકો આંદોલનમાં સામેલ ખેડૂત છે. જેમાં યુવાન પણ છે અને વૃદ્ધ પણ છે. લોકો દારૂ ખરીદે છે.બોક્સ ત્યાં જ ફેંકી દે છે અને કપડાં બોટલ સંતાડીને ટ્રોલી તરફ જતા રહે છે.


    સાંજના પાંચ પણ ન વાગ્યા હોય અને અમુક યુવાન અહીં કોલ્ડડ્રિંકની બોટલમાં દારૂ ભરીને પી રહ્યાં છે. પાસે જ એક નોન વેજ વેચનાર ઢાબા પર ભીડ ભેગી થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તંદૂરી ચિકન સાથે દારૂના પેગ લગાવવામાં આવી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈને મનમાં સવાલ ઉઠે છે કે આંદોલનમાં સામેલ થતા લોકોને દારૂ પીવાથી શું મતલબ? પણ તાત્કાલિક જ તેનોજવાબ મળવા લાગે છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં દારૂ પર પ્રતિબંધ નથી. સરકારે જ દારૂ પીવાની આઝાદી લોકોને આપી છે તો પછી તેમાં ખોટું શું છે? ટીકરી બોર્ડર પર દારૂની દુકાન પર ભીડ જોઈને લાગે છે કે ધંધો સારો ચાલી રહ્યો છે. પણ દુકાનદારોને પૂછો તો જવાબ મળે છે કે-ધંધો મંદો ચાલી રહ્યો છે.

    દુકાનદારે જણાવ્યું કે, આંદોલનની વેપાર પર માઠી અસર થઈ છે. ઘણા દિવસો દુકાન બંધ પણ રાખવી પડી. ઘણી વખત ખેડૂત આંદોલનકાર જ દુકાન બંધ કરાવી દે છે. અમે તેમની વાત માની પણ લઈએ છીએ. વેચાણના સવાલ અંગે તેમને કહ્યું કે, 30 ટકા સુધી વેચાણ ઘટ્યું છે. પહેલા આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂર પણ દારૂ ખરીદવા આવતા હતા. હવે આંદોલનમાં સામેલ લોકો જ આવી રહ્યાં છે. રસ્તા બંધ હોવાના કારણે બીજા ગ્રાહક નથી આવી રહ્યાં.તો આ તરફ સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનના મંચ પાસે જ એક મોટી દારૂની દુકાન છે જે હાલ બંધ છે. અહીં મંચની ઠીક સામે એક નોનવેજ રેસ્ટોરન્ટ છે. અહીં સાંજ થતાની સાથે લોકો દારૂ પીતા જોવા મળે છે. જેમાં મોટાભાગના આંદોલનમાં સામેલ ખેડૂત જ છે.

    અંધારૂ પડતાની સાથે જ ટ્રોલીઓમાં બોટલો ખુલતી જોવા મળે છે. ક્યાંક ક્યાંક યુવાન આંદોલનકાર પણ પેગ મારતા જોવા મળ્યાં છે. આ આંદોલનની પુરી તસવીર નથી. જેને જોઈને એવું જરૂર લાગે છે કે આંદોલન દરમિયાન પણ લોકો પર મોજ મસ્તી સવાર છે. વાસ્તવિકતા એવી પણ છે કે જે વખતે અમુક ગણ્યા ગાંઠ્યા લોકો દારૂના પેગ લગાવી રહ્યાં હોય છે એ વખતે લોકો હાડ થીજવતી ઠંડીમાં બેસી રહ્યાં હોય છે.આંદોલન દરમિયાન દારૂ પીવા પર કોઈ ખુલીને વાત તો નથી કરતું પણ જે લોકોએ અમારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમનું કહેવું હતું કે, અમે ઘરે પણ દારૂ પીએ છીએ. હવે આ રસ્તો જ અમારું ઘર છે. મન થાય તો અહીં પણ પી લઈએ છીએ. સાથે જ અમુક લોકોનો જવાબ હોય છે. દારૂ પીવાનું ગેરકાયદે તો નથી જો છે તો પોલીસ અહીં આવીને અટકાવી દે.

    જો કે, મોટાભાગના લોકો આંદોલન દરમિયાન ખેડૂતોના દારૂ પીવાને ખોટી રીતે જુવે છે. એક વૃદ્ધ ખેડૂત આંદોલનકારે પોતાનું નામ જણાવ્યા વગર કહ્યું કે, આંદોલન ત્યાગ માગે છે. સારુ રહેશે કે આંદોલન દરમિયાન દારૂ જેવી ખરાબ આદતો છોડી દેતા.અમે ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉગ્રાહાંને આ અંગે સવાલ કર્યો હતો તો તેમનું કહેવું હતું કે, અમુક લોકો દારૂ પીતા જોવા મળે છે. અમારા કાર્યકર્તા તેમને ના પણ પાડે છે. પણ આ સંખ્યા ઘણી ઓછી છે અને એમાં પણ યુવાનોની સરખામણીમાં આધેડ વયના લોકો વધું છે.


    ટીકરી બોર્ડર હોય કે સિંધુ બોર્ડર, સાંજ પડતા પડતા દારૂ પી રહેલા લોકોનું જોવા મળવું કોઈ મોટી વાત નથી. ઘણી જગ્યાએ લોકો નશામાં ચૂર થઈને ઉત્તેજક નારાબાડી કરતા પણ જોવા મળે છે. દિલ્હીની સરહદ પર ખેડૂતોના આંદોલનને હવે ચાલીસથી વધુ દિવસ થઈ ગયા છે. ત્રણ કૃષિ કાયદા અંગે ખેડૂતો અને સરકાર વચ્ચે બનેલો ગતિરોધ તૂટતો નથી. આંદોલનમાં લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ઘણા લોકો તો હવે બોર્ડરને જ પોતાનું ઘર ગણવા લાગ્યા છે. અહીં એકલા બેસીને દારૂ પી રહેલા એક વ્યક્તિને અમે સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે, હું ઘરમાં હોત તો પણ દારૂ પીતો હોત. શું દારૂ પીતા લોકો તેમનો હક ન માંગી શકે? ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે આંદોલનમાં સામેલ લોકો મોજ મસ્તી કરી રહ્યાં છે. દારૂ પી રહ્યાં છે, પિત્ઝા બર્ગર ખાઈ રહ્યા છે, જીમ કરી રહ્યાં છે, મસાજ લઈ રહ્યાં છે.

    આ સવાલ આંદોલનકારોને કર્યો તો જવાબ આપ્યો કે, શું આવું કરનાર લોકો તેમનો હક ન માંગી શકે, વિરોધનો અવાજ ન ઉઠાવી શકે. તેઓ ઊંધો સવાલ કરે છે કે, જ્યાં લાખોની સંખ્યામાં ખેડૂતો બેઠા હોય. ઠંડીમાં ઠરી રહ્યાં છે. ડિસેમ્બરની ઠંડી રાતોમાં ટ્રોલીમાં સૂઈ રહ્યાં હોય, ત્યાં અમુક લોકોની તસવીર દેખાડીને આંદોલન પર સવાલ કરવા કેટલું યોગ્ય છે?

Download Our B K News Today App



Related News