ટિકૈતે કહ્યું- દર 16 કલાકમાં એક ખેડૂત જીવ ગુમાવી રહ્યો છે, સરકારની જવાબદારી બને છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 12:52:30
  • Views : 276
  • Modified Date : 2021-01-04 12:52:30

    કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 40મો દિવસ અને મહત્ત્વનો દિવસ છે. આજે ખેડૂતોની સરકાર સાથે 8મા તબક્કાની વાતચીત થશે. સરકારને આશા છે કે આજે આંદોલન સમાપ્ત થઈ શકે છે, સાથે જ ખેડૂત સંગઠનોએ કહ્યું હતું, સરકારે માગ નહીં સ્વીકારી તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતનેતા મનજિત સિંહ રાયે કહ્યું હતું કે વાતચીતનું પરિણામ નહીં નીકળે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવીને લોહડીની ઉજવણી કરીશું.ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન દરમિયાન અત્યાર સુધી 60 ખેડૂતોના મોત થઈ ચૂક્યાં છે. દર 16 કલાકમાં એક ખેડૂતનું મોત થઈ રહ્યું છે. સરકારની જવાબદારી બને છે.

  •     ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્ના મોલાએ કહ્યું કે, આતો સરકાર પર નિર્ભર છે કે તે ખેડૂતોની સમસ્યાનો નિવેડો લાવવા માગે છે કે પછી તેના વિરુદ્ધ કાવતરું કરીને તેમના સંઘર્ષને નબળો કરવા માંગે છે. અમને આશા છે કે સરકાર માનવીય વિચાર રાખશે.ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ અને હરિયાણામાં જે રિલાયન્સ જિયોના ટાવર અને ઓફિસમાં ગત દિવસોમાં ઘણી તોડફોડ થઈ હતી. એવામાં રિલાયન્સે સોમવારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી. કંપનીએ કહ્યું કે, સરકારે તાત્કાલિક દખલ કરીને ગુંડાગર્દી અટકાવવી જોઈએ. આવા હિંસક કામોથી હજારો કર્મચારીઓનો જીવન જોખમાયા છે અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. સાથે જ કહ્યું કે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથી.ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રટરી સુખવિંદર સિંહે કહ્યું કે, કૃષિ કાયદાને પાછા લેવા અને MSPની ગેરંટી માગ પુરી નહીં થાય તો 6 જાન્યુઆરીએ પણ ટ્રેક્ટર માર્ચ કાઢશે.ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારને ખેડૂતોના દિલની વાત સમજવી જોઈએ. અમને કાયદાને પાછા લેવા સિવાય બીજું કંઈ મંજૂર નથી. સરકારે સ્વામીનાશન કમિશનનો રિપોર્ટ લાગૂ કરવો જોઈએ અને MSP અંગે નવો કાયદો બનાવવો જોઈએ.

Download Our B K News Today App



Related News