થોડીકવારમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત થશે, જંયત ચૌધરી ટિકૈતને મળવા ગાઝીપુર પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:44:41
  • Views : 242
  • Modified Date : 2021-01-29 11:44:41

    ખેડૂત આંદોલનના 64મા દિવસે, એટલે કે ગુરુવારે ગાઝીપુર બોર્ડર પર ભારે પગલાં લેવાયાં. સાંજે 4 વાગ્યા સુધી ભારે પોલીસદળની તહેનાતી અને UP સરકારના ધરણાં સમાપ્ત કરાવવાના આદેશ પછી માહોલ એવો બની ગયો હતો કે ખેડૂતોને ઘરે મોકલી દેવાશે, પરંતુ અડધી રાતે પોલીસે પાછું ફરવું પડ્યું. તો આ તરફ ખેડૂતોએ આંદોલનને વેગ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી હજારો ખેડૂત રાતે જ ગાઝીપુર બોર્ડર માટે રવાના થઈ ગયા છે. આ સિલસિલામાં આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.

    ખેડૂત આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂકેલા રાષ્ટ્રીય લોકદળ(RLD)ના નેતા જયંત ચૌધરી આજેટ ટિકૈતને મળવા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા.તેમણે કહ્યું કે, પ્રશાસન પર ખેડૂતોને હટાવવાનું દબાણ હોઈ શકે છે, પણ ખેડૂતો ખસવા નથી માંગતા. ખેડૂતોનો મુદ્દો સંસદમાં ઉઠવો જોઈએ.જો સરકાર બેકફુટ પર જશે તો નબળી નહીં પડી જાય. વડાપ્રધાને આ મુદ્દા અંગે બોલવું જોઈએ. તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીતવાની જરૂર છે.હજારોની સંખ્યામાં ખેડૂત ગાઝીપુર બોર્ડર પહોંચી રહ્યાં છે, ગામમાંથી ખેડૂત રાકેશ ટિકૈત માટે પાણી અને માટલું લાવ્યા છે. ગત દિવસથી જ રાકેશ ટિકૈત ધરણા પર છે અને તેમણે જાહેરાત કરી હતી કે તે ગામનું પણ પાણી પીશે.

    અખિલેશ યાદવે ટ્વિટ કરીને ખેડૂતોનો સપોર્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, સૌનું પેટ ભરનાર ખેડૂતોને ભૂખ્યા તરસ્યા રાખીને ખોટા આરોપો લગાવીને હરાવવા માગે છે પણ અમુક ભાજપકર્તાઓને બાદ કરતા સવા સો કરોડ ભારતવાસી આજે પણ ખેડૂતો સાથે ઊભા છે.ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક દરમિયાન ધરણાં-સ્થળથી હટવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ થોડીકવારમાં ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની એન્ટ્રીથી મામલાએ યુ-ટર્ન લઈ લીધો.નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાં-સ્થળ પાસે પહોંચી ગયા. તેમણે પોલીસને કહ્યું હતું કે આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યાર પછી ટિકૈત ઉશ્કેરાયા અને કહ્યું હતું કે ભાજપનો ધારાસભ્ય પોલીસ ફોર્સ સાથે મળીને ખેડૂતોનું કત્લેઆમ કરવા માટે આવ્યા છે, એટલા માટે હવે અમે નથી જઈ રહ્યા.

    ગાઝીપુર બોર્ડર પર બદલાતી પરિસ્થિતિને જોતાં રાતે 10 વાગ્યે મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં રાકેશ ટિકૈતના ઘરે ‘ગાઝીપુર કૂચ’ના નારા લગાવતી ભીડ ભેગી થઈ. આ બધાની વચ્ચે જાટ નેતા રાલોદ પ્રમુખ અજિત સિંહે રાકેશ ટિકૈતને ફોન કરીને આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ આખા મામલામાં જાટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ગઈ.રાતે 11 વાગ્યાથી મેરઠ, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, શામલી અને બાગપતથી લોકોએ ગાઝીપુર માટે કૂચ કરવાનું શરૂ કરી દીધું. UP ઉપરાંત હરિયાણામાં પણ ઘણી ખાપે જાહેરાત કરી દીધી છે, એ પણ દિલ્હી બોર્ડર પર પહોંચશે. હરિયાણાના ભિવાનીથી 1 હજાર ટ્રેક્ટર્સ પર ખેડૂત રવાના પણ થઈ ગયા. બન્ને રાજ્યોમાં સ્થિતિ બગડતા જોઈ ગાઝીપુર બોર્ડર પર કાર્યવાહીના આદેશની રાહ જોઈ રહેલી પોલીસ ફોર્સ પાછળ હટવાની શરૂ થઈ ગઈ.

    ગાઝીપુર બોર્ડર પર UP પોલીસે ગુરુવારે સાંજે 4 વાગ્યે ધરણાં-સ્થળને ચારેય બાજુથી સીલ કરી દીધું. ભારે પોલીસની હાજરીમાં ખેડૂતોને હટવાની નોટિસ પકડાવી દીધી. અધિકારીઓએ કહ્યું હતું કે ધરણાં હટાવીને રહીશું. જેની અસર એ થઈ કે લાકડી અને ગોળીવાળાં નિવેદનોથી વિવાદમાં આવેલા ટિકૈત ઈમોશનલ ગેમ રમી ગયા. તેમણે રડતાં રડતાં કહ્યું, ‘આ ખેડૂતોના કત્લેઆમની તૈયારી છે. મને મારવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.’




Download Our B K News Today App



Related News