બોર્ડર ખાલી કરાવવા માટે પહોંચેલા લોકો અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો; તલવાર વાગવાથી SHO ઘાયલ, 5 પોલીસકર્મીને ઈજા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 15:06:43
  • Views : 329
  • Modified Date : 2021-01-29 15:06:43

    ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર હોબાળો થઈ ગયો છે. બપોરે લગભગ 1 વાગ્યે નરેલા તરફથી આવેલા લોકો ધરણાસ્થળ પર પહોંચ્યા અને નારાબાજી કરી રહેલા ખેડૂતો પાસે બોર્ડર ખાલી કરાવવાની માંગ કરવા માંડ્યા. તેમનું કહેવું હતું કે, ખેડૂત આંદોલના કારણે લોકોના વેપાર ઠપ થઈ રહ્યાં છે. લગભગ 1.45 વાગ્યે આ લોકો ખેડૂતોના ટેન્ટ સુધી પહોંચી ગયા અને તેમના જરૂરિયાતનો સામાન તોડી નાંખ્યો. ત્યારપછી ખેડૂતો અને લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. બન્ને બાજુથી પથ્થરમારો પણ થયો.પોલીસે બચાવનો પ્રયાસ કર્યો, પણ સ્થિતિ બગડતા જોઈ લાઠીચાર્જ કરી દીધો અને ટીયર ગેલના સેલ પણ છોડ્યા. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. અમુક પોલીસકર્મીઓને પણ ગંભીર ઈજા થઈ છે. એક SHO પર તલવારથી પણ હુમલો કરવામાં આવ્યો છે.

    સિંધુ બોર્ડર પર આંદોલનમાં બેઠેલા ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સતનામ સિંહ પન્નૂએ શુક્રવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર RSSના લોકોને મોકલીને ખેડૂતોના ધરણાસ્થળ પર માહોલ બગાડી રહી છે. ગઈકાલે(ગુરુવારે)તેમણે બે વખત આવું કર્યું. કૃષિ કાયદાની વાપસી થવા સુધી અમે પાછા નહીં જઈએ.ખેડૂત આંદોલનના સૌથી મોટા પોઈન્ટ સિંધુ બોર્ડર પર પણ સુરક્ષાદળોની તહેનાતી વધારી દેવાઈ છે. ધરણાસ્થળને ચારેય બાજુથી બ્લોક કરીને પાક્કા બેરિકેડ્સ લગાવી દેવાયા છે. તો આ બાજુ ટિકરી બોર્ડર પર પણ ભારે ફોર્સ તહેનાત છે. આ બન્ને બોર્ડર ખેડૂત આંદોલનના મહત્વના પોઈન્ટ છે.

    ખેડૂત આંદોલનના 64મા દિવસે, એટલે કે ગુરુવારે ગાઝીપુર બોર્ડર પર ભારે પગલાં લેવાયાં. સાંજે 4 વાગ્યા સુધી ભારે પોલીસદળની તહેનાતી અને UP સરકારના ધરણાં સમાપ્ત કરાવવાના આદેશ પછી માહોલ એવો બની ગયો હતો કે ખેડૂતોને ઘરે મોકલી દેવાશે, પરંતુ અડધી રાતે પોલીસે પાછું ફરવું પડ્યું. તો આ તરફ ખેડૂતોએ આંદોલનને વેગ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી હજારો ખેડૂત રાતે જ ગાઝીપુર બોર્ડર માટે રવાના થઈ ગયા છે. આ સિલસિલામાં આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.


Download Our B K News Today App



Related News