દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ માટે ખેડૂત આજે રૂટ પસંદ કરશે; મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડૂત મુંબઈમાં ભેગા થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:36:29
  • Views : 217
  • Modified Date : 2021-01-25 12:36:29

    કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 61મો દિવસ છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર પહેલી વખત ખેડૂત ટ્રેક્ટર પરેડ કાઢશે, કારણ કે લાંબી ખેંચતાણ પછી દિલ્હી પોલીસે ખેડૂતોને પરેડની મંજૂરી આપી દીધી. ખેડૂત આજે પોતાનો રૂટ નક્કી કરશે. તો આ તરફ મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડૂત આજે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન માટે ભેગા થયા છે. તે કૃષિ કાયદા વિરુદ્ધ રાજ્યપાલને મેમોરેન્ડમ પણ આપશે. તેમના પ્રદર્શનમાં NCP ચીફ શરદ પવાર પણ સામેલ થઈ શકે છે.26 જાન્યુઆરીએ દિલ્હીમાં કાઢવામાં આવવાની ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે દેશભરમાંથી ખેડૂત દિલ્હી પહોંચી રહ્યાં છે. દિલ્હી પોલીસના સ્પેશ્યિલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, સંયુક્ત ખેડૂત મોરચાને સિંધુ અને ટીકરીથી લગભગ 64 કિમી અને ગાઝીપુર બોર્ડરથી 46 કિલોમીટરની પરેડ કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.

    ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સુખવિંદર સિંહ સભરાએ કહ્યું કે, અમને લાગે છે કે ટ્રેક્ટર રેલીની મંજૂરી જે રીતે આપવામાં આવી છે, તે યોગ્ય નથી. અમે ઓલ્ડ રિંગ રોડ પર રેલી કાઢવા માંગીએ છીએ, પણ અમને શરતો સાથે જે વિસ્તારમાંથી પસાર થવાની મંજૂરી મળી છે, તેના મોટાભાગનો રૂટ હરિયાણામાં આવે છે. અમે પોલીસ સાથે વાત કરીને નક્કી કરીશું કે ફાઈનલી કયા રૂટથી રેલી કાઢવામાં આવશે.પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા 308 સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રેસ કરાયા છે, જેનો ઈરાદો ખેડૂત રેલીમાં ગરબડ કરવા માંગે છે. ટ્રેક્ટર પરેડ ગણતંત્ર દિવસ કાર્યક્રમ ખતમ થયા પછી શરૂ થશે. આ બધાની વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય તહેવાર છે. પ્રદર્શન માટે 365 દિવસ છે, શક્તિ ગમે ત્યારે દેખાડી શકીએ છીએ.

    ખેડૂત યૂનિયનોએ દાવો કર્યો છે કે દિલ્હીમાં ખેડૂત પરેડમાં લગભગ 2 લાખ ટ્રેક્ટર ભાગ લેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનઅ અને UP સહિત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂત દિલ્હી પહોંચી રહ્યાં છે. પંજાબના ઘણા શહેરોમાં પરેડની રિહર્સલ કરવામાં આવી છે. ખેડૂત સંગઠન એક ટ્રેક્ટર પર પાંચ લોકોને જ બેસવાની મંજૂરી આપશે.

Download Our B K News Today App



Related News