ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વિજ્ઞાન ભવનમાં ચર્ચા શરૂ, કૃષિ કાયદાને 3 વર્ષ હોલ્ડ કરવાની માગ કરી શકે છે ખેડૂતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:30:21
  • Views : 254
  • Modified Date : 2021-01-22 13:30:21

    કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 58મો દિવસ છે. વિજ્ઞાનભવનમાં ખેડૂતોની સરકાર સાથે બેઠક ચાલી રહી છે.આ પહેલા બુધવારે ખેડૂતો સાથે વાતચીતમાં સરકારે પ્રસ્તાવ આપ્યો કે કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી હોલ્ડ કરીએ શકીએ છીએ. એના પછી આશા જાગી કે ખેડૂતો કદાચ માની જશે, પણ આવું ન થયું.ખેડૂત નેતાઓએ ગુરુવારના દિવસે બેઠક કરીને મોડી રાતે જણાવ્યું હતું કે તેમને સરકારનો પ્રસ્તાવ મંજૂર નથી. કાયદો રદ થવો જોઈએ અને MSPની ગેરંટી મળી જોઈએ. હવે ખેડૂતોની સરકાર સાથે મીટિંગ કરી રહ્યાં છે.જેમાં ખેડૂતો પોતાનો નિર્ણય સરકારને જણાવશે.ખેડૂતનેતાઓની બેઠકોમાં એવી પણ ચર્ચા થઈ કે સરકારને નવો પ્રસ્તાવ આપવામાં આવે, જેમાં કાયદાને ત્રણ વર્ષ સુધી હોલ્ડ કરવાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં આપવા, પ્રતિ એકર 3 લાખની એગ્રિકલ્ચર લોની લિમિટ વધારીને 5 લાખ કરવા, વ્યાજદર જૂના પ્રમાણે રાખવા અને મૃતક ખેડૂતોનાં પરિવારજનોને વળતર આપવાની માગ સામેલ કરવામાં આવે.

    ખેડૂતોની આજે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની પોલીસ સાથે સતત ચોથા દિવસે મીટિંગ યોજાશે. આ પહેલાં ત્રણ બેઠકમાં ખેડૂતોને મનાવવા માટે પોલીસના પ્રયાસ નિષ્ફળ રહ્યા. ગુરુવારે ખેડૂતોએ કહ્યું કે તે દિલ્હીમાં આઉટર રિંગ રોડ પર જ ટ્રેક્ટર રેલી કાઢશે. પોલીસે એની મંજૂરી આપવાની ના પાડી દીધી. પોલીસે કુંડલી-માનેસર-પલવલ(KMP) એક્સપ્રેસ-વે પર પરેડ કાઢવાની અપીલ કરી, પરંતુ ખેડૂતો ન માન્યા.

    ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર રેલી અંગે પંજાબ અને હરિયાણાના ખેડૂતો તૈયારીમાં લાગી ગયા છે. ગુરુવારે પંજાબના ફિરોઝપુર, મોગા, ફાઝિલ્કા, જલંધર, માનસા અને ભઠિંડાથી લગભગ 1,830 ટ્રેક્ટર્સથી 13 હજાર 950થી વધુ ખેડૂતો રવાના થયા. આ તરફ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે પરેડમાં 1 લાખથી વધુ ટ્રેક્ટર તિરંગા સાથે જોડાશે.


Download Our B K News Today App



Related News