બનાસકાંઠામાં વખા ખાતે જેટકો વિભાગીય કચેરી આગળ ખેડૂતોના ધરણા : પૂરતી વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકીઉચ્ચારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-24 11:18:23
  • Views : 328
  • Modified Date : 2021-10-24 11:18:23

 

 

સરકાર ને સદબુદ્ધિ આવે તે માટે ખેડૂતો રામધૂન બોલાવી

 

પૂરતી વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી

 

કોલસાની અછતને પગલે સર્જાયેલી વીજ કટોકટીની સમસ્યાથી બનાસકાંઠા જિલ્લો પણ પીડાઈ રહ્યો છે અને સરકારે સૌપ્રથમ ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ મુકતા અકળાયેલા ખેડૂતોએ આજે જેટકો ની વિભાગીય કચેરી આગળ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો તેમજ સરકારને સદબુધ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી પૂરતી વીજળીની માંગ કરી હતી

 

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંદર દિવસથી ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળતી નથી. કોલસાની અછતને કારણે વીજ મથકો માં વીજ ઉત્પાદન ઘટયું છે અને તેની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છેકારણ કે સરકારે વીજ લોડ સેટ કરવા માટે ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર કાપ મુક્યો છે. તેવામાં ખાસ કરીને રણની કાંધી અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. અપૂરતી વીજળી પણ કયા સમયે આપવામાં આવે તે પણ નક્કી નથી હોતો નથી તેવામાં હવે રવિ સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે રવી સીઝનમાં પૂરતી વીજળી મળતા ખેડૂતો ને વાવેતરમાં મોટી તકલીફ પડી રહી છે. રવી સીઝન બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મામલે ભારતીય કિસાન સંઘ વતી ખેડૂતોએ અગાઉ પણ જિલ્લા કલેકટર થી ઉર્જા મંત્રી સુધી આવેદનપત્ર આપી પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકારે હજુ સુધી ખેડૂતોની વાત ધ્યાને લેતા રોષે ભરાયેલા દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ આજે વખા ખાતે આવેલ જેટકો વિભાગીય કચેરી આગળ હલ્લાબોલ કર્યો હતો. 300 થી પણ વધુ ખેડૂતોએ આજે ધરણા પર બેસી જઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુધ્ધિ આવે અને પૂરતી વીજળી આપે તેવી માંગ કરી હતી, તેમ છતાં પણ જો સરકાર બે ચાર દિવસમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ પૂરતી વીજળી નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

 

Download Our B K News Today App



Related News