બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ જળ આંદોલન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 11:50:41
  • Views : 208
  • Modified Date : 2022-03-08 11:50:41

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ જળ આંદોલન કર્યું

 

 

 બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદ ના કારણે આ વર્ષે પાણીનાં તળ ઊંડા જઈ રહ્યા છે સતત પાણીની તંગી વચ્ચે હાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આજે ખેડૂતોએ પાણીની તંગી વચ્ચે 50 ગામના ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

 

- બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ જળ આંદોલન કર્યું

 

- પાણીના તળ ઉંડા જતા પાણી માટે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

 

- પાલનપુર તાલુકાના મલાણા ગામના ખેડૂતોએ ભૂમિ પૂજન કરી ટ્રેક્ટર રેલી યોજી

 

- પાલનપુરના 50 ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

 

પાણીની વિકટ સમસ્યા

 

      બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહીવત વરસાદને કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લો પાણી માટે વલખા મારવા ની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષે પડેલા નહિવત વરસાદ ના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની આવક થઇ હતી જેના કારણે આ વર્ષે શરૂઆતથી જ ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમ જેમ ઉનાળાની શરૂઆત થઈ છે તેમ તેમ હવે પાણીની પીવા માટે અને ખેતી કરવા માટે સૌથી વધુ જરૂરિયાત પડે છે આ વખતે પાણી વગર જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે ત્યારે આ બાબતે નર્મદાના નીર બનાસકાંઠા જિલ્લામાં નાખવા માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી નાખતા ખેડૂતો હવે આંદોલન શરૂ કર્યું છે.

 

- વરસાદ ખેંચતા ખેડૂતોને નુકશાન

 

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ચાલુ સાલે  ચોમાસા દરમ્યાન જિલ્લામાં અપૂરતો વરસાદ થતાં પાણીના તળ ઊંડા ગયા છે.જિલ્લા ના ડેમો ખાલી થઈ ગયા છે.તળાવો ખાલી પડ્યા છે.પશુઓ માટે ઘાસચારો પણ 12 રૂપીએ કિલો થઈ ગયો છે.લીલો ઘાસચારો વાવવા માટે પાણી નથી. લાખો રૂપિયા ખર્ચવા છતાં બોરવેલ ફેઈલ થઈ રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલી વધી છે.ચોમાસામાં નહિવત વરસાદ થયો જેને લઇ ચોમાસુ પાક નિષ્ફળ ગયા જો કે તે બાદ ખેડુતોએ રવિસિઝન દરમ્યાન સારું વાવેતર કરી ચોમાસાનું નુકશાનનું વળતર કરવાનું વિચાર્યું પરંતુ રવિસિઝન દરમ્યાન પણ કમોસમી વરસાદ થઈ જતાં રવિ સિઝન પણ નિષ્ફળ ગઈ તો હવે આગામી ઉનાળુ સિઝન દરમ્યાન  વાવેતર કરવા પાણીની અછતને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જેને લઈ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પાણીની માંગ સાથે ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકા વિસ્તારના  આજે  ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી પાલનપુર પહોંચ્યા હતા.

 

- ખેડૂતોનું પાણી માટે આંદોલન

 

         બનાસકાંઠા જિલ્લામાં એ પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી થઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના ખેડૂતોએ પણ આંદોલન શરૂ કર્યું હતું પાલનપુર તાલુકામાં દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જતાં ખેડૂતો પાણી માટે આંદોલન કરતા નજરે પડી રહ્યા છે આજે સૌપ્રથમ પાલનપુર તાલુકાના મલાણા તળાવ પાસે પાંચ હજારથી પણ વધુ ખેડૂતો એકત્રિત થયા હતા જ્યાં ભૂમિ પૂજન કર્યા બાદ ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર સાથે રેલી યોજી હતી આ રેલીમાં પાલનપુર તાલુકાના 50 થી પણ વધુ ગામોના ખેડૂતો જોડાયા હતા અને સરકાર દ્વારા તાત્કાલીક ખેડૂતોને તળાવો અને ડેમ પાણી ભરવામાં આવે તેવી માંગ આ રેલીમાં કરવામાં આવી હતી. આ રેલીમાં ખેડૂતો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

- કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતીવાડા ધાનેરા અમીરગઢ સહિત ના તાલુકાઓ માં ખેડૂતો ને પાણી માટે વલખાં મારવાં પડેછે.ત્યારે આખરે પાલનપુરના મલાણા ગામે આવેલુ તળાવ ભરવાની માંગ સાથે  ત્રણ હજાર થી વધુ ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા મહત્ત્વની વાત એ છે કે મલાણા ગામે આવેલુ તળાવ પાણીથી ભરાય તો આસપાસના  50 થી વધુ ગામો ના ખેડુતો અને ખેતીલાયક પાણી મળી રહે.જોકે ખેડુતો દ્વારા સરકારને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં છેવટે આજે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી. મલાનાથી નિકળેલી ટ્રેક્ટર રેલી પાલનપુરના બિહારી બાગ નજીક સંપન્ન થઈ તો બિહારી બાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ પદયાત્રા યોજી કલેકટરને કચેરી પહોંચ્યા હતા ખેડુતો દ્વારા બાલારામ માં બનાવેલ ચેકડેમનો ઓવરફલો થતુ પાણી તુરંત છોડી મલાણા તળાવ  ભરવાની માંગ કરાઈ છે જો ટૂંક સમયમાં આ કામગીરી હાથ નહીં ધરાય તો ઉગ્ર આંદોલન કરી  આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મામલે  હવે મલાણા તળાવમાં પાણી પહોંચાડે છે કે પછી ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબુર બને છે.તે જોવું રહ્યું.

 

Download Our B K News Today App



Related News