ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતોએ પાવર સીડયુલને સમયસર કરવા વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 11:32:50
  • Views : 217
  • Modified Date : 2022-03-15 11:32:50

ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતોએ સબ સ્ટેશનમાંથી મળતો પાવર શિડ્યુલ પ્રમાણે ન મળતા ખેડૂતોએ આજે ઝટકો વીજ કંપનીમાં આવેદનપત્ર આપી રજુવાત કરી હતી.

 

ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતોએ પૂરતો વીજ પુરવઠો મળે તે માટે ડીસા રેલવે સ્ટેશન પાસે આવેલ ઝટકો વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું હતું એક તરફ ડીસા તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોને પાણીનો કકળાટ સતાવી રહ્યો છે માંડ માંડ ડીસા તાલુકાના ખેડૂતોએ આ વર્ષે પોતાના ખેતરોમાં વાવેતર કરી છે તેવામાં હવે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વીજ પાવર સમયસર ના મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આજે ડીસા તાલુકાના કાંટ ગામના સોથી પણ વધુ ખેડૂતો ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝટકો વીજ સબ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે કાંટ ગામમાં આવેલ સબ સ્ટેશનમાથી આપવામાં આવતો વીજ પાવર ખેડૂતોને શિડયુલ પ્રમાણે આપવામાં આવતો નથી.જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે તે તરફ હાલમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી તરબૂચ અને સાકરટેટી નું મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું છે અને તેવા સમયે જ વીજ કંપની દ્વારા પાવર શિડ્યુલ પ્રમાણે ન આપવા માગતા ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે જો ખેડૂતોની માંગ પુરી નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી

Download Our B K News Today App



Related News