ભીલડી પંથકના ખેડૂતો એક સાથે મળી સરકાર સામે બાંયો ચઢાવશે : પાણી નહિ તો વોટ નહીં તેવા લગાવશે બેનરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:21:07
  • Views : 174
  • Modified Date : 2022-04-29 11:21:07

ભીલડી પંથકના ખેડૂતો એક સાથે મળી સરકાર સામે બાંયો ચઢાવશે : પાણી નહિ તો વોટ નહીં તેવા લગાવશે બેનરો

પાણીનો કકળાટ વધતાં ભીલડી પંથકના ખેડૂતો આક્રમક મુડમાં આવ્યા છે ત્યારે પાણી નહિ તો વોટ નહીંના નારા સાથે સરકાર સામે આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે

દરેક ગામડામાંથી લોકો એક સાથે મળી સરકાર સામે બાંયો ચઢાવશે

પાણી નહિ તો વોટ નહીં તેવા લગાવશે બેનરો

સમગ્ર બનાસકાંઠામાં પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે ભીલડી વિસ્તાર તેમજ દિયોદર-લાખણી જેવા વિસ્તારોમાં પાણીની અછત વધુ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને પાણી મળી રહે, નવી નહેરો તેમજ બનાવેલી નહેરોમાં પાણી આપવા તેમજ પાઇપ લાઈંનથી તળાવમાં પાણી ભરવા માટે સરકારને રજૂઆતો કરવા છતાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી ત્યારે ખેડૂતો દ્વારા હવે આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે

ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના નવા નેસડા ગામ ખાતે ખેડૂત વર્ગની મિટીંગ યોજાઇ હતી તેમાં સરકાર પાણી નહીં આપે તો ખેડૂતો આંદોલન કરવાના મુડમાં જોવા મળ્યા હતા તેમજ દરેક ગામડામાં પાણી નહી તો વોટ નહી તેવા બેનરો પણ લગાવવામાં આવશે.

બનાસકાઠામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તો પાણીનું તળ પણ સચવાઈ રહે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જો પાણી છોડવામાં આવે નહિ તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે

Download Our B K News Today App



Related News