બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે બાજરીનું મબલખ ઉત્પાદન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 11:06:02
  • Views : 418
  • Modified Date : 2022-05-29 11:06:02

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે બાજરીનું મબલખ ઉત્પાદન મળ્યું

 

છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીના પાકમાં નુકસાની વેઠવી રહ્યા હતા ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરીના પાકમાં સારું ઉત્પાદન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાજરીના પાકમાં નુકસાની વેઠવી રહ્યા હતા ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરીના પાકમાં સારું ઉત્પાદન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની અછત અને વારંવાર આવતી કુદરતી આફતોના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી પાકોમાં પારાવાર નુકસાન વેઠી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બાજરીનું વાવેતર થયું હતું. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચાલુ જિલ્લા બાજરીના બિયારણનું વાવેતર કરતા હતા જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં કુદરતી આફતોના કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું પરંતુ આ વર્ષે ક્રિષ્ના બીજ નામની કંપની દ્વારા સમગ્ર ભારતભરમાં પાંચ લાખ એકરમાં ખેડૂતોને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને સારું એવું બાજરીના પાકમાં થી ઉત્પાદન મળતાં ખેડૂતો ને બજારમાં તેના ભાવ પણ સારા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોના ચહેરા પર હાલ ખુશી જોવા મળી રહી છે. ક્રિષ્ના બીજ નું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ આ વર્ષે બાજરીના પાકમાં સારું એવું ઉત્પાદન મળ્યું હતું ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી બાજરીના પાકમાં કુદરતી આફતોના કારણે નુકસાન વેઠી રહયા હતા તે ખેડૂતોએ આ વર્ષે ક્રિષ્ના બીજ નામની કંપનીનું બિયારણ લાવી પોતાના ખેતરમાં વાવેતર કરતા સારુ ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે.

 

1998થી ભારતમાં કાર્યરત સીડ વર્ક્સ ઇન્ટરનેશનલ કંપનીની  ક્રિષ્ના બીજ કંપની  બ્રાન્ડ દ્વારા સમગ્ર ભારતભરના ખેડૂતોને બાજરીના પાકનું વાવેતર કરાવામાં આવે છે અને ખેડૂતો પણ મોટાભાગે ક્રિષ્ના બીજની કંપની નું બાજરીનું વાવેતર કરી રહ્યા છે જેના કારણે ખેડૂતોને સારો એવો ફાયદો પણ થઈ રહ્યો છે. આ વર્ષે ક્રિષ્ના બીજ દ્વારા નવી બાજરીની હાઇબ્રીડ યુ એસ 7306નું ખેડૂતોને ઉત્પાદન કરવામાં આવ્યું હતું જેમાં સારી એવી સફળતા કંપનીને મળી છે યુ.એસ 7306ની બાજરીના બિયારણ ની ખાસિયત એ છે કે તેની લંબાઈ 7 થી 8 ફૂટ હોય છે તેનુ ડુંડુ કઠણ અને મજબુત હોય છે તેની ફૂટાણની સંખ્યા વધારે હોય છે. તે કાપણીના સમય સુધી લીલીછમ્મ રહે છે.તેને પાકવાનો સમય 75થી 80 દિવસનો રહે છે. તેનું ઉત્પાદન એવરેજ ૯થી ૧૧ ક્વિંટલ હોય છે તે પવનથી પણ પડતી નથી જેના કારણે આ વર્ષે ખેડૂતો મોટી સંખ્યામાં યુ.એસ 7306 બાજરીનું બિયારણ વધારે પસંદ કરી રહ્યા છે આજે ક્રિષ્ના બીજ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખાસ સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લાના 75 ગામના 75 જેટલા કંપનીના પ્રેરક ખેડૂતો હાજર હતા અને તમામ ખેડૂતોએ યુ.એસ 7306 કંપની બાજરી નું નિરીક્ષણ કર્યું હતું આજે યોજાયેલા આ સેમિનારમાં આશુરામ જાટ રિજનલ મેનેજર તેમજ માવજીભાઈ ચૌધરી ગુજરાત એરિયા મેનેજરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બન્યો હતો. જે વાત 75 ખેડૂતોને યુ.એસ 7306 ના બિયારણ નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આજ જ સિમેનારમાં નવી ચોમાસુ સીઝનમાં કપનીની યુ.એસ 7711 નામનું બિયારણ ખેડૂતો માટે સારું હોવાના કારણે 75 ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News