કાંકરેજના ઝાલમોર ગામે ‘પાણી નહી તો વોટ નહીં’ નારા સાથે ઢોલ વગાડીને ખેડૂતોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 12:31:50
  • Views : 203
  • Modified Date : 2022-05-02 12:31:50

કાંકરેજના ઝાલમોર ગામે ‘પાણી નહી તો વોટ નહીં’ નારા સાથે ઢોલ વગાડીને ખેડૂતોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો

કાંકરેજ તાલુકા ખેડૂતોને વિકાસ નથી જોઈતો માત્ર બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી જોઈએ છે. જો પાણી આપવામાં નહિ આવે તો આ વિસ્તાર રણ વિસ્તારમાં ફેરવાઈ જશે. જેને લઇ શનિવારે કાંકરેજના ઝાલમોરમાં ખેડૂતોએ ભેગા થઇ ‘પાણી નહી તો વોટ નહીં’ના નારા સાથે ઢોલ વગાડી ખેડૂતોએ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજ તાલુકામાં નર્મદા કેનાલથી પૂર્વ વિસ્તાર જેવા કે શિહોરી, કંબોઇ, કસરા, ખિમાણાના અન્ય ગામોમાં હાલમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે.

બનાસ નદી કોરી રહેતા પાણીના તળ ઘણા ઊંડા ગયા છે. અત્યારે બોરવેલો 1000 ફૂટથી પણ ઊંડા ગયા છે તેથી સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેને લઇ કાંકરેજ તાલુકાના ઝાલમોરમાં આવેલ હનુમાનજી મહારાજના મંદિરમાં શનિવારે કાંકરેજ, દિયોદર, ભાભર સહિત અન્ય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા અને ‘પાણી નહી તો વોટ નહીં’ના બેનરો સાથે ગામમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો.

ત્યારે હવે ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ બુલંદ અવાજે કહ્યું હતું કે ‘હવે સરકાર પાણી છોડે અથવા તો ખુરશી ખાલી કરો, ‘જય જવાન જય કિસાન’ના નારા સાથે દોઢસોથી વધુ ખેડૂતો એકઠા થયા હતા અને ઢોલ વગાડીને ખેડૂતોને ગામડે-ગામડે ફરીને સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે જાગૃત કરવા માટે કવાયત હાથ ધરાઇ છે.

ત્યારે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મેં મહિનાની ચોથી તારીખે દિયોદર તાલુકાના સણાદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇને રેલી યોજવામાં આવશે. ત્યાર બાદ દિયોદર પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે.’

 

Download Our B K News Today App



Related News