ડીસાના માલગઢ વિસ્તારના ખેતરોમાં જવાના રસ્તાઓમાં વરસાદ પાણી ભરાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તાત્કાલિક આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાવે તેવી લોકોની માગ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 13:34:38
  • Views : 246
  • Modified Date : 2021-07-29 13:34:38

     સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ વિકાસ હજું ગ્રામિણ વિસ્તારમાં ખેતસુધી પહોંચ્યો ના હોય તેવું દેખાઈ રહ્યું છે અનેક ખેડુતો પોતાના ખેતરમાં જવા માટે આજેપણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના માલગઢ ગામની તો માલગઢ ગામમાં સરકાર શ્રી દ્વારા અનેક નવા રોડ રસ્તાઓ મંજુર કરવામાં આવ્યાં છે જેને લઇને ગ્રામજનો માં ખુશી જોવાં મળી રહી છે પરંતુ માલગઢ કુકાવાળી ઢાણીથી મોટીઢાણી ડીપી સુધી જવાનો રસ્તો આજેપણ વરસાદી પાણીમાં ડુબી જતો તેવું દેખાઈ રહ્યું છે ડીસા તાલુકાના માલગઢ ઠેકુડી વિસ્તાર ના ખેતરોમાં જવાના રસ્તાઓ દર વર્ષે  વરસાદ ના લીધે  બંધ થઈ જાય છે આ વર્ષે પણ વરસાદ પડવાથી  રસ્તો બંઘ થઇ જવા પામ્યો છે અને  ખેડુતોને પોતાના ખેતરમાં જવાનો રસ્તો બંઘ થતાં ખેડૂતો ને પોતાના ખેતરમાં જવા માટે ઢીંચણ સમા પાણી અને કાદવ કીચડ માંથી પસાર થવા મજબુર બની રહ્યા છે  આ વિસ્તારના લોકો દ્વારા સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દર ચોમાસામાં અમારા રસ્તામાં વરસાદી પાણી ભરાઇ જતા હોય છે તો બીજીબાજુ આ રસ્તો માલગઢ ગામ પંચાયત અને કુપટ ગામ પંચાયતની હદમો રેવન્યુ સર્વે નંબરમાં આવેલા છે જેના લીધે રોડ બનવામાં અડચણ ઉભી થઇ રહી છે જ્યારે ખેતરો પાણી ભરાતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તામાં પાણી ભરાતાં આજુબાજુના ખેડુતો ને  પોતાના ઘેર અવર-જવર  કરવા માટે અને પશુઓને ઘાસચારા  પુરો પાડવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માલગઢ ઢેકડી વિસ્તારમાં રહેતાં સ્થાનિકો દ્વારા સરકાર પાસે અપીલ સાથે વિનંતી કરવામાં આવી રહી છે જ્યારે ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગામ પંચાયત માલગઢ કુપટ ગામ પંચાયત ના લાગતાં વળગતા અધિકારીઓ દ્વારા અંગત રસ દાખવી  તાત્કાલિક અસરથી આ વિસ્તારમાંથી  વરસાદી પાણીનો નિકાલ કરાવે તેવી લોકોની માગ છે.

Download Our B K News Today App



Related News