ડીસા તાલુકામાં ખેડૂતોને શાકભાજીના ભાવમાં ન મળતા નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 10:52:28
  • Views : 262
  • Modified Date : 2022-06-04 10:52:28

 

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કંઈકને કંઈક આફતના કારણે ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે ત્યારે વારંવાર થતા પાકોમાં નુકસાન ના કારણે ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળતા જોવા મળી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એ સારા ભાવ ની આશા એ પોતાના ખેતરોમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ ફરી એકવાર બજારોમાં ખેડૂતોને શાકભાજીના ભાવોમાં કઈ જ ના મળતા પોતાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું ચાલુ વર્ષે એક તરફ પાણીની મોટી વિકટ સમસ્યા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોને શાકભાજીના ભાવો ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ બાબતે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરે છે ત્યારે તેમને મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે પરંતુ ત્યારે બજારોમાં ખેડૂત વેચવા જાય છે ત્યારે તેને ભાવ મળતા નથી જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે વેપારીઓ પણ ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી કરી છૂટક બજારોમાં વેપાર કરતા હોય છે જેના કારણે શાકભાજીના ભાવ બજારમાં છૂટક માં વધારે જોવા મળે છે ત્યારે ખેડૂતો કરતા પણ વધુ ભાવ છૂટક બજારોમાં શાકભાજીનો વ્યાપાર કરતા વેપારીઓને થાય છે

Download Our B K News Today App



Related News