બનાસકાઠામાં છેલ્લા કેટલાય દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે બનાસકાંઠા સહીત ભીલડી પંથકના ખેડૂતોમાં ચિંતા જોવા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:17:30
  • Views : 264
  • Modified Date : 2021-05-27 11:17:30

     થોડા દિવસ પહેલા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલાય જીલ્લામાં વિનાશ સર્જ્યો હતો ત્યારે સૌથી વધારે ખેતીના પાકોને નુકસાન પહોંચાડ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાં આંબા,લીંબુ, સહિત કેટલાય વુક્ષો પણ ધરાશાયી થયા હતા.તેમજ વીજ ઉપકરણોમાં પણ ભારે નુકસાન કર્યું હતું ત્યારે તાઉ-તે વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં થઈ હતી ત્યાર બાદ ફરીથી યાસ વાવાઝોડાનો ઉદભવ થયો હતો. જેમાં હાલમાં યાસ વાવાઝોડું ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે આ બને વાવાઝોડા ના કારણે છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠામાં પણ દિવસ દરમિયાન વાદળો ઘેરાયેલા રહે છે ત્યારે ખેડૂતોને પણ આ સમય દરમિયાન ખેતીના પાકો લણણી ઉપર આવેલા હોવાથી તેને કાપણી કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે બનાસકાંઠા સહીત ભીલડી પંથકના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

 

Download Our B K News Today App



Related News