બનાસકાંઠામાં ખેડૂતોને સિક્સવનની નોટિસ કે સહાય આપ્યા વગર જ ONGC ની પાઇપલાઇન નાંખવાનું શરૂ કરતા ખેડૂતોનો વિરોધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 12:37:26
  • Views : 380
  • Modified Date : 2021-06-24 12:37:26

     વિદેશથી આયાત કરવામાં આવતું ક્રૂડ ઓઇલ રાજસ્થાન થઈ પાઇપલાઇન મારફતે બનાસકાંઠાના ચંડીસર ખાતે લાવવા માટે અત્યારે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જે પાઈપલાઈન બનાસકાંઠા જિલ્લાના પણ ત્રણ તાલુકાઓમાં થઈને પસાર થાય છે પરંતુ કેટલાક ખેડૂતો દ્વારા આ પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકાર હસ્તગત કામ કરી રહેલી ઓએનજીસી દ્વારા ડીસા તાલુકાના રાણપુર ગામના 200થી વધુ ખેડૂતોએ પાઇપલાઇન પાસે આવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતો ના જણાવ્યા મુજબ જે ખેતરમાંથી પાઇપ લાઇન પસાર કરવાની હોય તે ખેતર માલિકને પહેલા સિક્સ વનની નોટિસ આપવાની હોય છે અને ત્યારબાદ જ તેમાં પાઇપ લાઇન નાંખવાની કામગીરી કરી શકાય પરંતુ રાણપુર ગામના જે ખેતરમાંથી પાઇપલાઇન પસાર થાય છે તે ખેતર ના માલિકને સિક્સ વનની નોટિસ આપ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ આ ખેતર માલિકોને કોઇપણ જાતનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી જેથી જ્યાં સુધી ખેડૂતોને નોટિસ આપવામાં નહીં આવે કે વળતર ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાઈપલાઈન ખેતરમાંથી પસાર થવા નહીં દે અને જો સરકાર દ્વારા તાત્કાલીક ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

     આ અંગે સમગ્ર ગુજરાતમાં ઓએનજીસીની પાઈપલાઈનના પ્રોજેક્ટ પર દેખરેખ રાખનાર પાલનપુર નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે નોટિસ અન્ય ખેડૂતોને મળી છે પરંતુ અમારો પ્રયાસ ચાલુ છે અને આવતા મહિના ખેડૂતોને સિક્સ વનની નોટિસ પણ મળી જશે અને તેમનું વળતર ચૂકવી દેવામાં આવશે.

Download Our B K News Today App



Related News