કેન્દ્ર સરકારે આજે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 12:22:56
  • Views : 340
  • Modified Date : 2021-11-20 12:22:56

કેન્દ્ર સરકારે આજે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યું છે

 

- કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો

 

- કૃષિ બિલ પરત ખેંચવાની માહિતી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આપી પ્રતિક્રિયા

 

- કૃષિ બિલ ખેંચવાના નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી તો ક્યાંક દુઃખી માહોલ

 

- કૃષિ પર પરત ખેંચતા નાના ખેડૂતોને નુકસાન

 

- કૃષિ બિલ પરત ખેંચતા ખેડૂતોની પ્રતિક્રિયા

 

દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી એ આજે રાષ્ટજોગ સંદેશ આપતા ખેડુતોની માફી માંગી 17 સપ્ટેમ્બર 2020 ના લોકસભામાં ત્રણ કૃષિ કાયદાને મંજૂરી આપી હતી જેને આજે પરત ખેંચતા સમગ્ર દેશ ના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે.ત્યારે ડીસા સહિત બનાસકાંઠાના ખેડૂતો એ આ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય ને આવકર્યો નથી.ખેડૂતો નું માનવું છે કે જો કાયદા પરત ખેંચવા હતા તો જેતે સમયે પરત ખેંચી લેવા હતા અને કાયદા પરત ખેંચવા કરતા સંશોધન કરવાની જરૂર હતી સાથે ખેડૂતોએ એવું પણ જણાવ્યુ હતું કે આ કાયદો પરત ખેંચવાનું કારણ આગામી ચૂંટણી પણ હોઈ શકે.

કેન્દ્ર સરકાર દ્વારા આજે કૃષિ કાયદાના ત્રણ બિલો પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો એનાથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ક્યાં ફાયદો તો ક્યાંક નુકસાન જોવા મળ્યો હતો કેન્દ્ર સરકારના કૃષિ બિલ પરત ખેંચવાના નિર્ણય પર ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી મોટા વ્યાપારીઓને ફાયદો થશે નાના ખેડૂતો માટે તો આ ત્રણે બિલ ફાયદાકારક હતા. આ બિલ પરત ખેંચવાના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના નાના ખેડૂતોને મોટું નુકસાન થશે. કારણ કે કેન્દ્ર સરકારના આ કૃષિલક્ષી કાયદાઓથી નાના ખેડૂતોને અનેક ઘણા ફાયદા થતા હતા. અને આ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય વગર તેમાં હજુ પણ અનેક સંશોધનો કરી અને ખેડૂતોને આપવાના હતા જેનાથી ખેડુતોને ફાયદાઓ થઈ શકે.

 

કૃષિ કાયદો પરત ખેંચ્યા બાદ કેટલાક ખેડૂતો સરકાર નો આભાર માન્યો હતો જોકે સરકાર એ ખેડૂતો ના હિત માં નિર્ણય લીધો હોવાનું પણ જણાવ્યું હતું સાથે ખેડૂતોના આંદોલન માં એક ટોળું હતું જે ખેડૂતોનના નામે આંદોલન કરી રહ્યા હતા જેમાં સાચા ખેડૂતો ન હતા કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ બનાસકાંઠા ના ખેડૂતો આ નિર્ણય ને નથી તો આવકાર્યો કે નથી નિર્ણય ની અવગણના કરી.

Download Our B K News Today App



Related News