રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં રવિ સિઝનના વાવેતર સમયેજ રાસાયણિક ખાતરની અછત વર્તાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-12 13:04:05
  • Views : 180
  • Modified Date : 2021-11-12 13:04:05

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો વિવિધ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. નાના મોટા સૌ કોઈ ખેડૂતો હાલમાં મોંઘાદાટ બિયારણો લાવી ને પણ પોતાના ખેતરોમાં વાવેતર કરી રહ્યા છે જિલ્લામાં સતત ચાર વર્ષથી ખેડૂતો મોટું નુકસાન કરી રહ્યા છે. ત્યારે દર વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ બટાટાનું વાવેતર થાય છે પરંતુ સતત ખેડૂતોને બટાટાના ભાવ મળતાં ખેડૂતો ને મોટું નુકસાન થઇ રહી છે ત્યારે વર્ષે પણ બટાટાનું વાવેતર ના સમયેજ ખાતરની અછત ઉભી થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

રાજ્યભરમાં હાલ ખેડૂતો રવી સીઝનના વાવેતરમાં પરોવાયા છે ત્યારે ડીસામાં ખેડૂતો  રવી સીઝનમાં બટાટાના વાવેતર માટે ખેતર તૈયાર કરી દીધા છે પરંતુ બટાકાના વાવેતર પહેલા રાસાયણિક ખાતર જેવા કે એન પી કે, પોટાશ, ડી પી અને સલ્ફેટ  ખાતરની જરૂરિયાત હોય છે પરંતુ બનાસકાંઠાના ડીસામાં હાલ ખાતરની અછત વર્તાતા ખેડૂતો છેલ્લા દશ દિવસથી સતત ધક્કા ખાઇ રહ્યા છે ડીસા માં આવેલી રાસાયણિક ખાતર ની દુકાનો,ખાતરના ડેપો, વિવિધ સહકારી મંડળીઓ ઉપર ખેડૂતો ધક્કા ખાવા છતાં હજુ સુધી તેઓને પૂરતું ખાતર મળતું નથી જોકે ખેડૂતો ખાતર મળવાના કારણે વાવેતરમાં મોડા પડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

બનાસકાંઠામાં એક તરફ વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં વાવેતર થઇ શકે તેવી સ્થિતિ નથી તો ક્યાંક વાવેતર થાય જેવા પાણી છે તો ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું હોવાથી ખેડૂતોની સ્થિતિ હાલ દયનીય બની રહી છે. બાબતે ખાતરના ડેપો ચલાવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી બજારોમાં ખાતરની અછત વર્તાઈ રહી છે જેના કારણે હાલમાં ખેડૂતો ખાતર વગર પાછા જઈ રહ્યા છે મોટાભાગના બટાટા ના વાવેતર માં વપરાતા ખાતરો કંપનીમાંથી ના આવવાના કારણે હાલમાં ખાતરની તંગી સર્જાઇ છે ત્યારે આગામી સમયમાં ખાતર આવતાની સાથે તંગી દૂર થશે તેવું જણાવ્યું હતું

એક તરફ ઇફકો અને સરદાર કંપનીએ અસહ્ય ખાતરમાં ભાવ વધારો કર્યો છે અને બીજી તરફ વાવેતર ના સમયેજ ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જોકે સરકાર અને ખાતર કંપનીઓ ખેડૂતોને સમયસર ખાતર મળે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે. સમયસર ખાતર મળે તેવી ખેડૂતોની માંગ.

 

 

Download Our B K News Today App



Related News