વાવ અને સૂઇગામ તાલુકામાં નવીન બ્રાન્ચ કાઢવા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 13:26:34
  • Views : 314
  • Modified Date : 2021-08-13 13:26:34

    બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાના ૨૧ ગામો નર્મદા અન કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો પોતાના હક્ક માટે લડી લેવાના ગુડમાં આવ્યા  છે ત્યારે ૨૧ ગામોના ખેડૂતોએ સાથે મળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ સુઈગામ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી વહેલા તકે નવીન બ્રાન્ચ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વાવ અને સુઇગામ તાલુકાના ૨૧ ગામોના ખેડૂતોએ સાથે મળીને કુંભારખા ગામે એક મિટિંગનું આયોજન કરીને સાથે મળી સુઈગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપીને અન કમાન્ડ એરિયાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે નવીન બ્રાન્ચ કેનાલ  કાઢવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત પત્ર લખવામાં આવ્યો હતો. જાેકે ખેડૂતોએ બ્રાન્ચ કેનાલ નહીં બને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી  સાથે આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

Download Our B K News Today App



Related News