બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:14:54
  • Views : 1974
  • Modified Date : 2021-07-27 11:14:54

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસકાંઠાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ  બાદ રવિવારે બપોરના સમયે ડીસા સહિત આજુ બાજુના પંથકમાં વરસાદ  ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા ઘણા સમયથી ધીમીધારે વરસાદ પડતો હતો. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વરસાદ ખેંચાતા સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વરસાદની આશા એ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં મગફળી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ જે પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ના મોઢા પર ફરી એકવાર ખુશી જોવા મળી રહી છે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ફરી એકવાર લીલાછમ જોવા મળી રહ્યા છે સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં મગફળીના પાકને ફાયદો થઇ રહ્યો છે. જાણે કુદરતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને નવું જીવતદાન આપ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ખેડૂતો પણ વરસાદ પોતાના ખેતરમાં કામ કરવા લાગી ગયા છે અને હજુ પણ સારો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.

આમ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂતોને પાણી વગર સૌથી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગે લોકો વરસાદ આધારીત ખેતી કરે છે પરંતુ ઓછા વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થોડી ઘણી પાક બચવાની આશા જાગી છે પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની મોટી જરૂરિયાત છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વગર પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે સારો વરસાદ થાય અને પાણીના તળ ઊંચા આવે તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી નહિવત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પણ છેલ્લા ઘણા સમયથી નહિવત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણી જોવા મળી રહી છે ગત વર્ષે પણ ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઇ હતી પરંતુ રાજસ્થાનના મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ થતાં સીપુ ડેમમાં પાણીની ઓછી આવક જોવા મળી હતી ત્યારે આ વર્ષે પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની સારી આવક થાય તેવી હાલ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News