બનાસકાંઠા દિયોદર અને કાંકરેજ વિસ્તારના 6 ગામોના ખેડૂતો વખા વીજ કચેરી પહોંચી વિરોધ દર્શાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:47:23
  • Views : 207
  • Modified Date : 2022-01-12 11:47:23

દિયોદર અને કાંકરેજ વિસ્તારના 6 ગામોના ખેડૂતો 220 કેવી સબ સ્ટેશન પોહચી વિરોધ દર્શાવ્યો હતો.વીજ કંપનીના કર્મચારીઓની મનમાની સામે આવતા કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડુતો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ વીજ કંપની દ્વારા દીવસે વીજળી આપવાની વાત કરી હતી ત્યારે અચાનક જ રાત્રી સમયે વીજળી આપતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.. શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતો પાક બચાવવા માટે રાત્રી દરમિયાન ખેતરમાં પાણી પાવા માટે મજબૂર બન્યાછે.. આખરે તંત્ર અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશને ઘોળી પી ગયા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા સબ સ્ટેશન પર ખેડૂતોએ ઘેરાવ કરીને રોષ વ્યકત કર્યો હતો..

Download Our B K News Today App



Related News