પાલનપુર પંથકમા વરસાદ થી ઉનાળુ બાજરી મગફળી ને ખેડૂતોને નુકશાન ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:37:03
  • Views : 218
  • Modified Date : 2022-06-14 11:37:03


જિલ્લામા છેલ્લા 24 કલાક મા વરસાદ જોઈએ તો પાલનપુર મા 25 એમએમ વડગામમા 11 એમએમ સુઈગામમા 01 એમએમ


રાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી


બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે સાંજના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ગત રાત્રે પડેલા વરસાદના કારણે બાજરી મગફળી જેવા તૈયાર પાકોને નુક્સાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે જોકે બીજી તરફ વરસાદના કારણે કેટલાક મારે ઉકળાટના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી હતી.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઈકાલ પડેલા વરસાદના કારણે પાલનપુર શહેરના મીઠીવાવ વિસ્તારમાં રોડ વચ્ચે ભુવા પડવાની સમસ્યા પહેલા જ વરસાદમાં જોવા મળી છે પાલનપુર મા 25 એમએમ જેટલો વરસાદ પડતા પાલનપુર શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ વચ્ચે હુવા પડ્યા છે ગટર લાઇનો હોવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર રિલાયુ છે જોકે આ પહેલા સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરમાં ભુવા પડવાના કારણે રાહદારીઓ પરેશાન થયાં છે જોકે આ પહેલા જ વરસાદના કારણે પાલનપુર નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે બનાસકાંઠા જિલ્લામા છેલ્લા 24 કલાક મા વરસાદ જોઈએ તો પાલનપુર મા 25 એમએમ વડગામમા 11 એમએમ સુઈગામમા 01 એમએમ વરસાદ નોંધાયો હતો


Download Our B K News Today App



Related News