લોકસભાની ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 14:30:32
  • Views : 62
  • Modified Date : 2024-02-04 14:30:32

ફરી એકવાર બનાસકાંઠામાં ખેડૂતોમાં જળ આંદોલન કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે. કરમાવદ તળાવ ભરવાને લઈ ખેડૂતોની માંગ વર્તાઈ રહી છે. આ દરમિયાન શનિવારે ખેડૂતોએ જલોત્રામાં બેઠક યોજી હતી. જે બેઠકમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફરીથી જળ આંદોલન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યુ હતુ.બે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે 125 જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી. જે આંદોલન લગભગ અઢી મહિના સુધી ચાલ્યુ હતુ. જેમાં બે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલીમાં વીસથી પચ્ચીસ હજાર લોકો જોડાયા હતા. જોકે આમ છતાં પણ બે વર્ષ બાદ પણ તળાવ ભરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આખરે ફરીથી ખેડૂતોમાં રોષ જન્મ્યો છે.

Download Our B K News Today App



Related News