બનાસકાંઠામાં બટાટાની ખેતી કરતાં ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલા વધારાને પરત લેવાની માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-05 13:36:09
  • Views : 284
  • Modified Date : 2022-02-05 13:36:09

 

બનાસકાંઠામાં બટાટાની ખેતી કરતાં ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલા વધારાને પરત લેવાની માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

ડીસા આસપાસના ખેડૂતો માટે રવિ સિઝનને મહત્વની માનવમાં આવે છે. અને રવિ સિઝનમાં આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે બટાટાનું વાવેતર કરતાં હોય છે.. પરંતુ આ વર્ષે રવિ સિઝનના વાવેતર બાદ વારંવાર થયેલા કમોસમી વરસાદને પગલે બટાટાના ઉત્પાદન પર તેની અસર પડી છે.. વારંવાર થયેલા કમોસમી વરસાદથી બટાટાના વાવેતરમાં સુકારા જેવા રોગો આવ્યા હતા અને તેની અસર ઉત્પાદન પર થઈ હતી.. તો બીજી તરફ બટાટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે..

બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં મોંઘા ભાવે બટાટાનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું.. અને તેના લીધે બટાટાની ખેતીમાં ખેડૂતોને ઊંચી પડતર પડી હતી.. પરંતુ આટઆટલી પડતર પડી હોવા છતાં બટાટાના ભાવો ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સમક્ષ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં ઘટાડો કરવાની વિનંતી કરી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલા વધારાને લઈ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદભાઈ માલી જણાવી રહ્યા છે કે ભારતીય કિસાન સંઘની રજૂઆતને પગલે કોલ્ડ સ્ટોરેજના ભાડા અંગે વિચાર કરવાની ખાતરી આપી છે.

Download Our B K News Today App



Related News