મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:56:33
  • Views : 77
  • Modified Date : 2024-03-02 14:56:33

રાજ્યના અનેક વિસ્તારોની માફક અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઊંઝામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા હતા. ઊંઝા અને આસપાસના વિસ્તારમાં માવઠાને લઈ ખેડૂતોની ચિંતા વધી છે.ઊંઝા સહિત મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.માવઠાને લઈ જીરું અને વરીયાળી સહિતના પાકોમાં ખેડૂતોને નુક્સાનની ભીતિ સતાવવા લાગી છે.

Download Our B K News Today App



Related News