બનાસકાંઠામાં કાંકરેજ પાસે ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ફરી એકવાર ખેડૂતો પાણીની માંગ સાથે ધરણા પર બેઠા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-02 12:07:56
  • Views : 255
  • Modified Date : 2021-11-02 12:07:56

 

બનાસકાંઠામાં કાંકરેજ પાસે ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ફરી એકવાર ખેડૂતો પાણીની માંગ સાથે ધરણા પર બેઠા છે. એક તરફ પાણીના તળ ઉંડા છે અને બીજી તરફ રવી સીઝનમાં પાણી વગર વાવેતર શક્ય નથી , જેથી ખેડૂતએ ચીમકી ઉચારી છે કે જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે

 

ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં વરસાદ નહિવત જેટલો જ થયો છે વળી ઉપરવાસમાં એટલી કે રાજસ્થાનમાં પણ વરસાદ ઓછો થયો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ નથી જેના કારણે જિલ્લાના દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે જેથી આ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ પણ નથી. બીજી તરફ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડે પહોંચી ગયા છે ત્યારે સરકારે બનાવેલી સુજલામ સુફલામ કેનાલ જિલ્લાના પાંચ તાલુકાઓ માંથી પસાર થાય છે જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઉપર આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે,  તે માટે અગાઉ ખેડૂતો એ વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં હજુ સુધી સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. હવે શિયાળાની શરૂઆત સાથે જ ખેડૂતો વાવેતરની શરૂઆત કરતા હોય છે પરંતુ પાણી વગર તે પણ શક્ય નથી જેથી કંટાળેલા ખેડૂતો આજે કાંકરેજ માં આવેલ ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ધરણા પર બેસી ગયા હતા અને સરકાર દ્વારા જ્યાં સુધી આ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે .

 

ખેડૂતોનું માનીએ તો અગાઉ સરકારે પાણી છોડવાની વાત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ત્યારે જો સમયસર પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને રવિ સીઝનમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે અને ખેડૂતોને નુકસાન થશે તો સરકારે ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં . 

Download Our B K News Today App



Related News