ડીસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને ૨૦ ટકા જેટલું નુકસાન થયું છતાં પણ સારા વરસાદથી ખેડૂતો ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:12:30
  • Views : 220
  • Modified Date : 2022-07-08 12:12:30


ડીસા તાલુકામાં ચોમાસાની શરૂઆત પગલે છે સારો એવો વરસાદ પડ્યો છે જેના કારણે હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ભારે વરસાદના પગલે ખેડૂતોને ૨૦ ટકા જેટલું નુકસાન થયું હોવા છતાં પણ સારા વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહે છે....

 

ડીસા શહિદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહેવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી ખાસ કરીને નહિવત વરસાદના પગલે ડીસા તાલુકામાં પાણી વગર પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જઈ રહ્યા હતા તેના કારણે ખેડૂતોમાં સૌથી મોટી સમસ્યા પાણીને લઈ જોવા મળી રહી હતી ત્યારે આ વર્ષે સારો વરસાદ થાય તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ચોમાસાની શરૂઆતના પગલે જ ડીસા તાલુકામાં સાત ઇંચ થી પણ વધુ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી-પાણી થઈ જવા પામ્યો હતો. વાવણી લાયક વરસાદ ડીસા તાલુકામાં થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી હતી મગફળી નીકળવાના સમય જ ધોધમાર વરસાદ વરસતા ૨૦ ટકા જેટલો ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો છે પરંતુ તેની સામે આગામી વાવેતરને લઈ સારો એવો વરસાદ પડતા હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગત વર્ષે શરૂઆતમાં વરસાદના થતા ખેડૂતોને વાવેતરના સમયે વરસાદ વગર મોટો નુકસાન વેચવાનો વારો આવ્યો હતો પરંતુ આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ ડીસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો હજુ પણ ડીસા તાલુકામાં સારો વરસાદ પડે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News