ભીલડી પથંકમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ ભીલડી પથંકમાં એક નહેર આપવા માંગ કરી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:37:08
  • Views : 267
  • Modified Date : 2022-04-25 11:37:08

ભીલડી પથંકમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોભીલડી પથંકમાં એક નહેર આપવા માંગ કરી રહ્યા છે

 

ભૂગર્ભ જળ ઘટતા ખેડૂતો માટે ખતરો વધ્યો

 

 

ડીસા તાલુકાના ભીલડી પંથકમાં પણ હવે ઉનાળાની શરૂઆતમાં ભૂગર્ભજળ ઘટતું દેખાઈ રહ્યું છે ત્યારે ખેડૂત વર્ગમાં ચિંતા જોવા મળી છે ભૂગર્ભ જળ ઘટતા ખેડૂતોને ભૂગર્ભ જળ ઉલેચવું ખૂબ જ મોંઘુ પડી રહ્યું છે ટ્યુબવેલમાં સાધન સામગ્રીમાં ખર્ચો વધી રહ્યો છે ત્યારે ભૂગર્ભજળ ઘટતા લાઈટ બિલ કોલમ પાઇપ મોટર જેવી ચીજ વસ્તુઓનું ભારણ વધ્યું છે..ત્યારે ભીલડી પંથકના ખેડૂતોને માગ છે કે ભીલડી અને ડીસા પંથકમાં નહેરની સુવિધા સરકાર કરી આપે તેમજ જે તળાવમાં પાઇપલાઇન નાંખવામાં આવી છે તે તળાવ પણ ભરવામાં આવે તો ભૂગર્ભજળ જળવાઈ રહે તેમ છે..ભર ઉનાળે ભૂગર્ભ જળ ઘટતા ખેડૂતોને ઉનાળુ સીઝનમાં પાકો પકવ ખૂબ અઘરા થઈ રહ્યા છે ત્યારે ભીલડી અને આજૂબાજૂના ગામડાઓ તેમજ ડીસાના પંથકના ગામડાઓને નહેરને સુવિધા સરકાર કરી આપે તેવી લોકમાંગ ઉઠી છે

 

 

ભવિષ્યમાં ભૂગર્ભ જળ ઘટશે તો નહેર થી પિયત આપી શકાશે

 

સરકાર ભીલડી પંથકમાં નહેર ની સુવિધા કરી આપશે તો ભવિષ્યમાં દિવસે ને દિવસે ઘટતા જતા ભૂગર્ભજળના ખતરા વચ્ચે ખેડૂતો ખેતી કરી શકશે તેમજ ભૂગર્ભ જળ પણ સચવાઈ શકાશે જેનો ખેડુત વર્ગ માં ફાયદો થશે

 

 

ભીલડી નું રાજ કારણ પણ સરકાર સમક્ષ રજૂઆત કરે:ખેડૂતો

 

દિવસેને દિવસે ઘટતું જતું ભૂગર્ભજળ ના કારણે ભીલડી પંથકના રાજકારણીઓ પણ સરકાર સમક્ષ રજૂઆત કરે તેવી ખેડુત વર્ગમાં પણ માંગ ઉઠી છે સાથે સાથે તળાવો ઊંડા કરી તળાવ છલો છલ ભરવા ની માગણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

Download Our B K News Today App



Related News