બનાસકાંઠાના ડીસામાં મગફળીની ટેકાના ભાવે પ્રથમ દિવસે મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-10 12:02:51
  • Views : 232
  • Modified Date : 2021-11-10 12:02:51

 

રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને છેલ્લા કેટલાક વર્ષોથી પોષણક્ષમ ભાવો ન મળતાં સરકારે  ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. જોકે નાફેડ દ્વારા ટેકાના ભાવની ખરીદી સહકારી સંસ્થાઓ ને આપતા મોટાપાયે ગેરરીતિ થઈ હતી અને વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું. જેના કારણે સરકારે. છેલ્લા બે વર્ષે ટેકાના ભાવથી ખરીદી ની જવાબદારી નાફેડ મારફત ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને સોંપી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 12 માર્કેટયાર્ડોમાં નિગમ દ્વારા ખરીદી કેન્દ્ર શરૂ કરાયા છે. જિલ્લામાં માત્ર ૬૦૦૦ જેટલા જ ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી હતી.જેમાં ડીસામાં ૧૨૦૦ જેટલા ખેડુતો મગફળીની નોંધણી કરી હતી.એ  આજથી એટલે કે લાભ પાંચમથી  ખેડૂતોનો માલ લેવાનું શરૂ કરવાનું હતું પરંતુ ડીસા માર્કેટયાડમાં ખરીદ કેન્દ્રો પર હજુ cctv કેમેરાઓ લાગ્યા નથી.તેમજ કર્મચારીઓ ખરીદ કેન્દ્રો પર આવ્યા પણ બરદાન સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.મુહૂર્તના પ્રથમ  દિવસે જ ખરીદીની કોઈ વ્યવસ્થા ન થતા ખડુતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

Download Our B K News Today App



Related News