બનાસકાંઠા જિલ્લામાંથોડા દિવસના વિરામબાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 11:44:39
  • Views : 358
  • Modified Date : 2021-07-21 11:44:39

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં પણ ક્યાંય બનાસકાંઠા જિલ્લામાં વરસાદ જોવા મળતો નહોતો ખેડૂતોએ પણ વરસાદ ના ભરોસે વાવેતર કરી દીધું હતું દિવસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં વરસાદ વરસ્યો હતો જેથી ચારેબાજુ વરસાદના આવતા લોકો ચિંતાતુર બન્યા હતા પરંતુ લાંબા સમય બાદ ભારે ઉકળાટ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું બપોરબાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેથી લાંબા સમય બાદ ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.બનાસકાંઠા જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરના સમયે ડીસા સહિત આજુબાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 17.90 ટકા વરસાદ થયો છે. આમ જોઈએ તો બનાસકાંઠાની ધરતીને હજુ પણ 80 ટાકા વરસાદી પાણીની જરૂર છે. ખાસ કરીને બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયો ખાલીખમ હાલતમાં છે. જો વર્ષે સારો વરસાદ નહીં થાય તો કદાચ આવનારા સમયમાં પાણીનું સંકટ વધુ ઘેરુ બને તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. ત્યારે વખતે સારો વરસાદ થાય તેવી ખેડૂતો અને જિલ્લાવાસીઓ આશા રાખી રહ્યા છે.

Download Our B K News Today App



Related News