ટિકૈતની મહાપંચાયત પહેલા ટીકરી બોર્ડર પર ખેડૂતે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું- મોદી સરકાર બસ તારીખ પર તારીખ આપી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:34:17
  • Views : 297
  • Modified Date : 2021-02-07 12:34:17

    ટીકરી બોર્ડર પર રવિવારે એક ખેડૂતની લાશ પાર્કમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી છે. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં ખેડૂતોએ લખ્યું કે, ભારતીય ખેડૂત યૂનિયન જિંદાબાદ. મોદી સરકાર બસ તારીખ પર તારીખ આપી રહી છે. કોઈ નથી કહી શકતું કે, કાળા કાયદા ક્યારે પાછા લેશે. પોલીસે જણાવ્યું કે, મૃતક ખેડૂતનું નામ કર્મવીર સિંહ(52)છે. તે હરિયાણાના જિંદનો રહેવાસી હતો.

    આ ઘટના હરિયાણાના જ ચરખી દાદરીમાં યોજાનારી મહાપંચાયતની થોડીક વાર પહેલા સામે આવી છે. ચરખી દાદરીની મહાપંચાયતમાં રાકેશ ટિકૈત પણ સામેલ થશે. મહાપંચાયતમાં જતા પહેલા ટિકૈતે ખેડૂત ક્રાંતિ 2021ની જાહેરાત કરી. શનિવારે થયેલા ચક્કાજામ પછી ગાઝીપુર બોર્ડર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, હવે અમારો ટાર્ગેટ 40 લાખ ટ્રેક્ટર્સની રેલીનો છે. 26 જાન્યુઆરીએ અમે દિલ્હીમાં 20 હજાર ટ્રેક્ટર્સની રેલી કાઢી હચીય તેમને અપીલ કરી કે ખેડૂત પોતાના ટ્રેક્ટર્સ પર ખેડૂત ક્રાંતિ 2021 લખે. આનાથી તમે જ્યાં પણ જશો, તમારું સન્માન કરાશે.

    ટિકૈત ગાઝીપુર પર દિલ્હી-NCR ના એવા ખેડૂતોને પણ મળ્યા, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(NGT)ના નિર્ણયથી નારાજ છે. NGTએ 10 વર્ષ જૂના ડિઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે અને તેમાં ટ્રેક્ટર પણ સામેલ છે. ટિકૈતે કહ્યું, ખેતરમાં દોડતા ટ્રેક્ટર હવે દિલ્હીમાં NGTની ઓફિસ પર પણ દોડશે. અત્યાર સુધી તો આ લોકો નહોતા પૂછતા કે કઈ ગાડી 10 વર્ષ જૂની છે. હવે તેમનો શું પ્લાન છે? 10 વર્ષથી જૂના ટ્રેક્ટર્સને બહાર કરો અને કોર્પોરેટ્સની મદદ કરો? પણ 10 વર્ષથી જૂના ટ્રેક્ટર પણ દોડશે અને આંદોલન પણ મજબૂત થશે.

    તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે ધરણા સ્થળ પર પોતાના ખેતરોની એક મુઠ્ઠી માટી લઈને આવે અને પ્રદર્શન વાળા સ્થળ પરથી એક મુઠ્ઠી માટી લઈને પાછા જાય. ટિકૈતે કહ્યું કે, આ માટી લઈને પોતાના ખેતરોમાં નાખી દો અને વેપારી ક્યારે તમારી જમીન તરફ નહીં જોઈ શકે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે દર વખતે તૈયાર રહે. જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે ખેડૂત ધરણા સ્થળ પર પહોંચે, જેવી રીતે 26 જાન્યુઆરીની પરેડ પછી હરિયાણા અને યૂપીના યુવાનોએ કર્યું હતું.

    ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ 3 રાજ્યો દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને બાદ કરતા દેશભરમાં ચક્કાજામ કર્યો. બપોર 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવેલા જામની સૌથી વધુ અસર રાજસ્થાન,હરિયાણા અને પંજાબમાં જોવા મળી. આ જામ પછી 40 ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચાના નેતા દર્શનપાલના એક નિવેદને ખેડૂત સંગઠનોની તિરાડને જણાવી દીધી. રાકેશ ટિકૈતે ચક્કાજામથી દિલ્હી, યૂપી અને ઉત્તરાખંડને અલગ રાખ્યું હતું. દર્શનપાલે આ નિર્ણય અંગે કહ્યું કે, આવું નિવેદન આપતા પહેલા ટિકૈતે અમારી સાથે વાત કરવી જોઈતી હતી. તેમણે ઉતાવળમાં નિવેદન આપ્યું.


Download Our B K News Today App



Related News