ખેડૂત-સરકાર વચ્ચે આજે 13મા તબક્કાની વાતચીત, 6 ફેબ્રુઆરીએ હાઇવે જામ કરવાની તૈયારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:54:19
  • Views : 261
  • Modified Date : 2021-02-02 11:54:19

    કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી ઓછું થવાનું નામ નથી લેતી. મંગળવારે એટલે કે 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે. 12 વખત થયેલી વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર અડ્યા છે.

    બીજી બાજુ, ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે.હરિયાણાની ખટ્ટર સરકારે 2 ફેબ્રુઆરીએ કોઈ ગરબડ થવાની શક્યતાએ 7 જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ હશે તેમાં કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને જઝ્ઝર સામેલ છે.

    કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.ટીકરી પર પહેલાં 4 ફૂટ મોટી સિમેન્ટની દીવાલ બનાવીને 4 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી રસ્તા ખોદીને તેમાં ધારદાર સળિયા લગાવી દેવામાં આવ્યા છે. રસ્તા પર રોડ રોલર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. આમ, હવે પ્રદર્શનકારીઓ ધારદાર સળિયા ક્રોસ કરીને દિલ્હીમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તેમની ગાડી પંચર થઈ જશે.

    કેન્દ્ર સરકારે 250 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. તેનાથી ફેક અને ઉશ્કેરણીજનક ટ્વિટ અને હેશટેગ ચાલતા હતા.ગૃહ મંત્રાલયે સિંધુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડની મર્યાદા મંગળવાર રાત સુધી વધારી દીધી છે.યુપીના બલિયામાં 220 ટ્રેક્ટર માલિકોને નોટિસ મળી છે. સપાએ તેને પ્રદર્શનમાં જતા રોકવાનું પગલું ગણાવ્યું છે.પ્રદર્શનના કારણે દિલ્હી મેટ્રો દ્વારા ગ્રીન લાઈનના ચાર મેટ્રો સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

        ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. તેમાં હિંસા ભડકી હતી. ખેડૂતો સાથે ઝપાઝપીમાં 80થી વધારે પોલીસકર્મી ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી 100થી વધારે ખેડૂતો ગુમ જણાવવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News