ડીસાના આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પાણી માટે રઝળતા દર્દીઓ માટે ખેડૂતે પાણીની પાઇપલાઇન નખાવી માનવતા મહેકાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:34:37
  • Views : 210
  • Modified Date : 2022-03-11 12:34:37

ડીસાના આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પાણી માટે રઝળતા દર્દીઓ માટે ખેડૂતે પાણીની પાઇપલાઇન નખાવી માનવતા  મહેકાવી

 

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પાણી વગર નહીં આવતા દરદીઓ ભારે હાલાકીનો સામનો કરતા હતા ત્યારે આજે ગામનાં ખેડૂતે પાણી વગર દર્દીઓ હેરાન થાય તે માટે પાણીની વ્યવસ્થા કરી આપી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે સૌથી વધુ લોકોને પાણીની જરૂરિયાત હોય છે તેવા સમયે ડીસા તાલુકાના આસેડા ગામે પાણી વગરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોવા મળી હતી. આમ તો ગામમાં તમામ સુવિધાઓ પુરી પાડવા માટે સૌથી વધુ જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આસેડા ગામે આવેલ દાતાર અને ઠાકોર જીવણજી અને બચુજી ઠાકોર અને પજાપતિ નિકુલભાઇ એમને એના ખર્ચે જીવણજી ના લાવવામાં આવી હતી અને ગૌસ્વામી જીતેન્દ્ર ગૌસ્વામી ડોક્ટર પ્રાથમિક અને આરોગ્ય કેન્દ્ર પર પાણીની વ્યવસ્થા હોવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા બાબતે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં પાણીની વ્યવસ્થા કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ જાણે ગ્રામ પંચાયતમાં કોઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દર્દીઓને પડી હોય તેમ લાંબા દિવસો સુધી પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવતા ચાર ગામના ૪૦૦થી વધુ ગરીબ દર્દીઓ પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા જ્યારે આગની જાણ આસેડા ગામના ખેડૂત ઠાકોર જીવણજી ને થતા તેઓએ જાતે પોતાના ખેતરમાંથી 10 હજારના ખર્ચે બોરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાઇપલાઇન લખાવી હતી જેથી હાલ ગરીબ દર્દીઓને પીવા માટે પાણી મળતા રાહત અનુભવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણી વગર દર્દીઓ જે પ્રમાણે હેરાન થઇ રહ્યા હતા તેને ત્યારે લઈ ગ્રામ પંચાયતે ચોક્કસથી પાણીની વ્યવસ્થા કરાવવી જોઇએ સરકાર એક તરફ દરેક ગ્રામ પંચાયતને ગામના લોકોને પાણી રોડ અને લાઈટ સમયસર મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે ત્યારે સવાલ થાય છે કે આસેડા ગામે આવેલી આટલી મોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગ્રામ પંચાયત દ્વારા પાણીની વ્યવસ્થા કેમ કરાવી.

 

 

 

Download Our B K News Today App



Related News