છત્રાલ આંગડીયા પેઢીના ૧૬ લાખ લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 10:54:34
  • Views : 252
  • Modified Date : 2020-10-09 10:54:34

છત્રાલમા આગડીયા
પેઢીમાં ગઈ કાલે થયેલી ૧૮ લાખની લૂંટ પ્રકરણમાં ગાંધીનગર એલસીબી પોલીસે ૨૪ કલાક સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં ખુદ ફરિયાદી  જ આરોપી નીકળ્યો છે. આ સમગ્ર ઘટના બાબતે ગાંધીનગર એલ.સી.બી. પોલીસે
આરોપી તથા તેના મિત્ર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે છત્રાલની આંગડિયા પેઢીમાં રૂપિયા ૧૬ લાખની લૂંટ થઇ હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચામાં રહી હતી પરંતુ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક જ દિવસમાં સમગ્ર લૂંટની ઘટના ઉકેલી નાખી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ફરિયાદી આરોપી હોવાની વાત બહાર આવી હતી. આરોપી અગાઉ આ
પેઢીમાં જ કામ કરતો હતો અને વર્ષોથી આ પેઢીને વફાદાર હતો પરંતુ આડી લાઈને ચડી જતા અને પૈસાનું દેવું થઈ જતા જે
પેઢીમાં નોકરી કરતો હતો તે જ પેઢીના રૂપિયા પર તેની નજર બગડી હતી અને સમગ્ર પ્લાન તેને પોતે જ બનાવ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે લૂંટ થયાના દિવસથી ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચે પોતાની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી હતી. જેમાં લૂંટ કરી આરોપી કઈ દિશામાં ભાગ્યા હશે એવું અનુમાન લગાવી રસ્તા પરના તમામ સીસીટીવી કેમેરા
તપાસી નાખ્યા હતા. જ્યારે સ્થાનિક બાતમીદારોને પણ સચેત કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આંગણીયા
પેઢીમાં થયેલી લૂંટના રૂપિયાની વહેંચણી પિયજ કેનાલ નજીક થઈ રહી છે ત્યારે  ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી ત્યાં હાજર યોગેશ ચંદુ બારોટ તથા રમેશ ઠાકોર પ્રકાશ ઠાકોરને ઝડપી લીધા હતા.

Download Our B K News Today App



Related News