ધાનેરામાં કોરોન્ટાઇન રાખેલ ત્રણ લોકો બેફામ ફરતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 11:23:15
  • Views : 537
  • Modified Date : 2020-04-04 11:23:15

ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બહારથી આવતા લોકોનો સતત સર્વે કરવામાં આવી રહ્યો છે અને છેલ્લાં ૧૪ દિવસમાં ૯૫૦૦ થી પણ વધારે લોકો જિલ્લા બહારથી આવેલ હોવાથી તેમને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.  તેમના ઘર આગળ સ્ટીકરો પણ લગાવવામાં આવેલ હોવા છતાં તેમાંથી કેટલાંક લોકો આ નિયમનો ભંગ કરતા હોવાથી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ ધમકાવતા હોવાથી આવા ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. બીજા લોકો જો નિયમોનું
પાલન ના કરે તો તેમની સામે
પણ કાર્યવાહી કરવા માટે તાલુકા આરોગ્ય અધિકારી
ડો.પી.એમ.ચૌધરી દ્વારા તમામ મેડીકલ ઓફિસરોને સુચના આપવામાં આવી છે. હાલમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામના રોહિતભાઇ જોરાભાઇ પંચાલ જે સુરતથી ૨૧ તારીખે આવેલ અને કોરોન્ટાઇન હતો, જ્યારે રામપુરામોટા ગામના સવસીભાઇ સવાભાઇ વાઘરી જે મુંબઇથી આવેલ જ્યારે ભાટરામ ગામનો નિમેશ
ચંપકભાઇ જોષી આ ત્રણે ઇસમો સામે જેતે મેડીકલ ઓફિસર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીએ લોકોને પોતાના ગામમાં જિલ્લા બહારથી આવેલા લોકો જો ૧૪ દિવસ ઘરની અંદર ના રહેતા હોય તો આવા લોકોની આરોગ્ય વિભાગને માહિતી આપે તેમજ સરપંચને પણ જાણ કરે જેથી આ બાબતે યોગ્ય પગલાં લઇ શકાય.

Download Our B K News Today App



Related News