નેવું મંડળીઓનું ખોટું રેકર્ડ બનાવી મતદાર તરીકે દાખલ કરતા જિલ્લા સંઘના ચેરમેન, મેનેજર, પૂર્વ ચેરમેન સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:06:25
  • Views : 1083
  • Modified Date : 2020-09-08 12:06:25

બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ- વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સહિત વર્તમાન ચેરમેન અને મેનેજર વિરુદ્ધ ઠ
પાલનપુરના પોલીસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે. જેમાં વર્તમાન સંચાલક મંડળની મુદત પૂર્ણ થતા આગામી ચૂંટણીને લઈને ખોટો લાભ ખાટવાના ઇરાદે ૯૦ જેટલી મંડળીઓના મતદારને ગેરકાયદેસર રીતે દાખલ કરતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં કામચલાઉ મતદાર યાદી બહાર પડતાં સમગ્ર ભાંડો ફૂટયો હતો.
બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ હવે શરૂ થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ- વેચાણ સંઘની ચૂંટણી યોજાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ ગઈ છે. સંઘના વર્તમાન સંચાલક મંડળની મુદત ૧૦ ઓગષ્ટ'૨૦ ના રોજ પૂર્ણ થઇ ગઇ હતી. હવે નવા સંચાલક મંડળની ચૂંટણી યોજાવાની છે. જેની પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારે જિલ્લા સંઘના ડિરેક્ટર કાળુભાઇ રામજીભાઇ પટેલે સંઘના ચેરમેન દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલ, મેનેજર નાગરભાઈ હીરાભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન મેઘરાજભાઈ ગલબાભાઈ
પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જેમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળીને જિલ્લા સંઘની આગામી વર્ષ ૨૦૨૦-૨૧માં યોજાનાર ચૂંટણીમાં લાભ ખાટવાના ઇરાદાથી બનાવટી ઠરાવ દ્વારા નવી ૯૦ મંડળીઓને દાખલ કરી છે. જેનું ખોટું રેકર્ડ બનાવીને અસલ તરીકે દુરુપયોગ કરી બનાવટી દસ્તાવેજ દ્વારા મતદાર બનાવી દીધા હતા. જે કામચલાઉ મતદાર યાદી જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી (પ્રાંત અધિકારી)ને પણ મોકલી દીધી હતી.  જે મતદાર યાદી ખોટી હોવાનું આ ત્રણેય જાણતા હોવા છતાં મતદાર યાદી ખરી તરીકે રજૂ કરી હતી.આમ ગુનાહીત કાવતરુ રચવા બદલ ચેરમેન, મેનેજર અને પૂર્વ ચેરમેન વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રે હડકંપ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News