જનતા રેડ આંદોલનનો વ્યાપક ગાંધીનગરના ચાર સેક્ટરના વસાહતીઓની ફરિયાદોને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:32:44
  • Views : 332
  • Modified Date : 2020-09-04 11:32:44

ગાંધીનગર ખાતે સેક્ટર-૨ અને ૪ ખાતે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા મીટીંગ યોજાઇ હતી. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા શહેરની સમસ્યાઓ જેવી કે, ચોમાસા દરમિયાન સેક્ટરોમાં આડેધડ ખોદાણ, જાહેર રોડ રસ્તાઓ
પર પાણી ભરાઇ જવા, રોડ રસ્તા પર ગાબડાં, ગંદકી, રખડતા ઢોર કુતરાઓનો ત્રાસ, વધારે ચાર્જ સાથે લાઈટ બિલ, લોકડાઉન દરમિયાન ગેસ બિલોમાં લેટ ફી લેવી, પાણીનું પ્રેસર, નાગરિકો પાસેથી કરોડો રૂપિયાનો મિલકતવેરો અને અન્ય ટેક્ષ લેવા છતાં પ્રાથમિક જરૂરિયાત સુખ સુવિધાઓ આપવાના બદલે કરોડો
રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જાહેર રોડ રસ્તા તથા રહેણાંકની સ્ટ્રીટ લાઈટો બંધ રહેવી, સાફ-સફાઈના અભાવે કચરા-ગંદકી સાથે વારંવાર ગટરો ઊભરાય છે.
સેક્ટરના જાહેર રોડ તથા વસાહતની અંદર વૃક્ષોનું ટ્રિમિંગ કરવું, શહેરના પ્રશ્નો માટે દર માસે સંબંધિત અધિકારીઓને સાથે લોક દરબાર યોજવો, રોજબરોજ થતા ગુનાઓ, અકસ્માત નિવારવા વગેરે પ્રશ્નો માટે સેક્ટર ૫, ૭, ૨, ૪ ના વસાહતી અગ્રણીઓ તરફથી અનેક ફરિયાદો મળેલી છે. આ પ્રશ્નોનું વર્ગીકરણ કરી કોમન પ્રશ્નોનું એક આવેદનપત્ર ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી, કલેક્ટર, કમિશનરને તારીખ ૭
સપ્ટેમ્બરને સોમવારે ૧૧.૩૦ કલાકે અગ્રણીઓ સેક્ટર ૬ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઇ આપવા જશે. ત્યારપછી તબક્કાવાર આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. કેશરીસિંહ બિહોલાએ શહેરના દરેક નાગરીકોને જનતા રેડ આંદોલનમાં જોડાવવા અપીલ કરી છે.
ગાધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જનતા રેડ આદોલન અભિયાન સંદર્ભે સેકટર-૪ ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં વસાહતીઓની ડો.બી.એમ. ભરવાડના પમુખ સ્થાને બેઠક મળી હતી. જેમાં બેઠક વસાહત મહાસંઘના પમુખ કેશરીસિંહ બિહોલા અને વસાહતી આગેવાનો દલપતસિંહ સોલંકી, બાબુભાઈ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ ચાવડા, જે. વી.
પટેલ, વિજયસિંહ હડિયોલ વગેરેએ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અભિયાનને સફળ બનવવા સંસ્થાના હોદ્દેદારો કન્વીનર પ્રદીપસિંહ બિહોલા, રાજેન્દ્ર પારેખ, કે. પી. સોલંકી, જયેશભાઇ આગજા, વિઠ્ઠલભાઈ પરમાર, લાલુભા વાઘેલા, હેમાશુભાઈ ભચેચ, ધનશ્યામસિંહ ગોલ, કાનજીભાઈ દેસાઈ, બી. એમ. ભરવાડ, હરેશભાઈ પટેલ, પ્રમોદભાઈ દવે, વિનોદ ભટ્ટ, જયેન્દ્રભાઈ ઠક્કર, છાયા ખરાડી જહેમત ઉઠાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News