પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:26:37
  • Views : 448
  • Modified Date : 2019-06-16 12:26:37

બનાસકાંઠા જિલ્લાના

પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ચોમાસાને અનુલક્ષી જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં કરાયેલ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે અધિકારીઓને જણાવ્યું  કે ચોમાસાનું આગમન થઇ ચુકયું છે ત્યારે જિલ્લા વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીઓ પૂર્વ તૈયારી સાથે એલર્ટ રહે. તેમજ જિલ્લામાં કોઇપણ બનાવ બને ત્યારે ઝડપથી અસરગ્રસ્તોતને મદદરૂપ થવાની કામગીરી હાથ ધરી કલેકટર સહિત જિલ્લા કક્ષાના સિનિયર અધિકારીઓને તરત જ જાણ કરે. અધિકારીઓ અને કર્મચારીઓને તેમના હેડ કવાર્ટરમાં રહેવા તથા ભારે વરસાદના સમયે અસરગ્રસ્તો
પાસે તાત્કાલિક પહોંચી જઇને સહાયરૂપ બનવા કલેકટરે અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લાના તલાટીઓને
પોતાની ફરજના સ્થરળે જે તે ગામમાં જ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કલેકટરે અધિકારીઓ સાથે આગામી ૨૧મી જુને યોજાનાર વિશ્વયોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે  ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
બેઠકમાં ધારાસભ્યો દ્વારા
પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુતર પાઠવવામાં આવ્યા હતા. જેમાં કલેકટરે અધિકારીઓને જણાવ્યું કે ધારાસભ્યોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવીને તેઓને વિગતવાર અને સમયમર્યાદામાં જવાબ કરીએ. બેઠકમાં મોડેલ સ્કૂલમાં સ્ટાફની ભરતી અંગે, વાવ-ભાભર, સુઇગામ તાલુકામાં આવેલ સરકારી કોલેજામાં સ્ટાફની ભરતી, શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આવકના દાખલા સમયમર્યાદામાં મળી જાય તે બાબતે, જાહેર આરોગ્યના કામો પુરા કરવા અંગે, ફયરસેફટીની વ્યવસ્થા અંગે, નર્મદા કેનાલની સફઇ, એસ.ટી.બસની નિયમિતતા, ટ્રાફિક નિવારણ અંગે, વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિક અધિકારપત્રની અરજીઓ, પેન્શન કેસો, તકેદારી પંચની અરજીઓ, ખાતાકીય તપાસના બાકી કેસોનો નિકાલ, સરકારી લેણાની વસુલાત, તપાસણી નોંધોના પેરા, સ્વાગત ફરિયાદ નિવારણાના ­પ્રશ્નો અને સંસદ સભ્ય તથા ધારાસભ્યોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.      
બેઠકમાં સસંદ સભ્યો
પરબતભાઇ પટેલ,  ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઘાડીયા, ધારાસભ્યો   શશીકાંતભાઇ પંડયા,  ગેનીબેન ઠાકોર,  મહેશભાઇ પટેલ,   નથાભાઇ પટેલ,  કાંતિભાઇ ખરાડી, શિવાભાઇ ભુરિયા,  કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા,નાયબ વનસંરક્ષક  ડો.જી.એસ.સિંઘ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News